મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા નારી શક્તિ ને વંદન કરવા માટે રાજ્યભરમાં તથા જિલ્લા સ્તરે તા 1 થી 7 ઓગસ્ટ વિવિધ થીમ અંતર્ગત નારી વંદન ઉત્સવની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવ્યું છે આ ઉત્સવ અંતર્ગત તારીખ 1થી 7 ઓગસ્ટ મહિલા સુરક્ષા દિવસ બેટી બચાવો બેટી પઢાવો દિવસ, મહિલા સ્વાવલંબન દિવસ, મહિલા નેતૃત્વ દિવસ, મહિલા કર્મયોગી દિવસ, મહિલા કલ્યાણ દિવસ, મહિલા અને બાળ આરોગ્ય દિવસ ની થીમ સાથે નારી વંદન ઉત્સવ ઉજવાશે રાજકોટ જિલ્લામાં નારી વંદન ઉત્સવની ઉજવણીને અનુલક્ષીને જિલ્લા કલેકટર શ્રી અરુણ મહેશ બાબુ ના અધ્યક્ષ સ્થાને મિટિંગ યોજાઇ હતી કાર્યક્રમની રૂપરેખા આપતા જિલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારીશ્રી જનકસિંહ ગોહિલે જણાવ્યું હતું કે રાજકોટ જીલ્લામાં ૧ થી ૭ ઓગસ્ટ વિવિધ થીમ આધારિત નારી વંદન ઉત્સવની ઉજવણી હાથ ધરવામાં આવશે આ કાર્યક્રમમાં વિવિધ યોજનાઓ હેઠળ લાભાર્થીઓને મંજુરી હુકમ વિતરણ અને વિશિષ્ઠ ઇતિહાસ સીલ કરેલી નારીઓનું સન્માન કરવામાં આવશે તેમજ મહિલાઓના કલ્યાણ અર્થે કામ કરતી સામાજીક સંસ્થાઓ એન. જી. ઓ. કલ્યાણ કેળવણી મંડળો સહિત સરકારી અને ખાનગી ઓફિસોની મહિલાઓ આ કાર્યક્રમનો લાભ લે તેવી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા કલેકટરશ્રીએ જણાવ્યું હતું
