Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રમતગમત

BCCI: ટેસ્ટ ટીમના કેપ્ટન તરીકે રોહિત શર્માનુ નામ નિશ્વિત! શ્રીલંકા સામે ઘરેલુ સિરીઝ માટે આગામી સપ્તાહે થશે એલાન

વિરાટ કોહલી (Virat Kohli) ના રાજીનામાથી ટીમ ઈન્ડિયા (Team India) માં ટેસ્ટ કેપ્ટનનું પદ ખાલી છે.
રોહિત શર્મા ODI અને T20નો ભારતીય કેપ્ટન છે. પરંતુ, હવે તેના હાથમાં ટેસ્ટ ટીમની કમાન પણ હશે. મતલબ કે તે ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં ભારતનો કેપ્ટન રહેશે. મીડિયા રિુપોર્ટનુસાર, ટેસ્ટ કેપ્ટનશિપ માટે રોહિત શર્મા (Rohit Sharma) ના નામ પર આગામી સપ્તાહે મહોર લાગી શકે છે. દરમિયાન ટીમ ઈન્ડિયા ની શ્રીલંકા સામેની શ્રેણી (Team India for Sri Lanka Series) માટે પણ પસંદગી કરવામાં આવશે. એવા અહેવાલ છે કે જ્યારે ભારતીય પસંદગીકારો શ્રીલંકા માટે ટીમની પસંદગી કરવા બેસે ત્યારે તેઓ રોહિત શર્માની ટેસ્ટ કેપ્ટન તરીકે નિમણૂકની જાહેરાત પણ કરશે. વિરાટ કોહલી (Virat Kohli) ના રાજીનામાથી ટીમ ઈન્ડિયામાં ટેસ્ટ કેપ્ટનનું પદ ખાલી છે. અત્યારે કોઈ ટેસ્ટ સિરીઝ ન હતી, તેથી પસંદગીકારોએ તેને ટાળી રાખ્યુ હતુ. પરંતુ, હવે જ્યારે ભારતે શ્રીલંકા સામેની શ્રેણીમાં 2 ટેસ્ટ રમવાની છે, ત્યારે કેપ્ટનની નિમણૂક કરવી જરૂરી છે.

વિરાટ કોહલીના રાજીનામા બાદ રોહિત શર્મા સિવાય કેએલ રાહુલ, ઋષભ પંત જેવા ટેસ્ટ કેપ્ટન્સી માટેના અન્ય વિકલ્પો પણ સામે આવ્યા છે. પરંતુ, દક્ષિણ આફ્રિકામાં કેએલ રાહુલની નિષ્ફળતા પછી, રોહિત શર્મા પસંદગીકારો, કોચની પ્રથમ પસંદગી તરીકે ઉભરી આવ્યો.

રોહિત શર્માના નામની જાહેરાત આવતા અઠવાડિયે કરવામાં આવશે: BCCI સૂત્રો
BCCI અધિકારીઓને ટાંકીને એક મીડિયા રિપોર્ટસમાં જણાવ્યું કે, પસંદગીકર્તા, ખેલાડીઓ, કોચ, દરેકના મગજમાં એક જ નામ છે,રોહિત શર્મા. આગામી સપ્તાહે શ્રીલંકા સાથેની શ્રેણી માટે ટીમની પસંદગી બાદ ટેસ્ટ કેપ્ટન તરીકે તેમની નિમણૂકની સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. શ્રીલંકા સામે ટીમની પસંદગી કરવા માટે આવતા અઠવાડિયે ભારતીય પસંદગીકારોની બેઠક યોજાવાની છે.

શ્રીલંકાનો ભારત પ્રવાસ 24 ફેબ્રુઆરીથી શરૂ થઈ રહ્યો છે. આ પ્રવાસમાં તેણે 3 T20 મેચોની શ્રેણી ઉપરાંત 2 ટેસ્ટ મેચોની શ્રેણી રમવાની છે. T20 સિરીઝ 24 ફેબ્રુઆરીએ લખનૌમાં અને 26 અને 27 ફેબ્રુઆરીએ ધર્મશાળામાં રમાશે. આ પછી 4 માર્ચથી ટેસ્ટ શ્રેણી શરૂ થશે. પ્રથમ મેચ 4 માર્ચથી 8 માર્ચ સુધી મોહાલીમાં રમાશે. જ્યારે બીજી ટેસ્ટ બેંગલુરુમાં 12 ફેબ્રુઆરીથી 16 ફેબ્રુઆરી સુધી રમાશે. આ શ્રેણીની પ્રથમ ટેસ્ટ વિરાટ કોહલીની કારકિર્દીની 100મી ટેસ્ટ મેચ પણ હશે. એટલે કે, જો રોહિત શર્મા કેપ્ટન બને છે, તો વિરાટ કોહલીની 100મી ટેસ્ટમાં તે તેનો કેપ્ટન હશે.

संबंधित पोस्ट

ટેનિસ સ્ટાર રોજર ફેડરરે લીધો સંન્યાસ, 20 ગ્રાન્ડ સ્લેમ સાથે શાનદાર કરિયરનો અંત

Karnavati 24 News

આપણા ઝડપી બોલરો વિદેશમાં દરેક ટેસ્ટ જીતતા રહે છે: 17 વર્ષ પહેલા ટીમમાં 145+ સ્પીડવાળા 5 બોલર હતા, આજે તેઓ 150+ ફેંકી રહ્યા છે

Karnavati 24 News

સેન્ચુરિયનમાં ટીમ ઈન્ડિયાએ ઈતિહાસ રચ્યો હતો પરંતુ નુકસાન અને દંડનો સામનો કરવો પડ્યો હતો

Karnavati 24 News

इतिहास के सबसे महंगे खिलाड़ी बने रोनाल्डो; सऊदी अरब की डील आपके होश उड़ा देगी

Admin

પ્રો કબડ્ડી લીગ 8: કબડ્ડીના વિવિધ પ્રકારો અને તેના નિયમો, રમવાની પદ્ધતિ વિશે જાણો

Karnavati 24 News

રાજકોટનું ગૌરવ વધારતા દેવર્ષિ રાચ્છની નેશનલ જૂનિયર હોકી ટિમમાં પસંદગી

Karnavati 24 News