દરેક લોકો પોતાના જીવનમાં સુખ-શાંતિ મળે એવું ઇચ્છતા હોય છે. જો કે ઘણી વખત બહુ મહેનત કરીએ તો પણ આપણને સફળતા મળતી નથી, જે કારણે ઘરમાં પણ તણાવની સ્થિતિ ઉભી થાય છે. આ પાછળનું એક કારણ હોઇ શકે છે વાસ્તુદોષ. વાસ્તુ અનુસાર આપણી આસપાસની વસ્તુઓની આપણાં પર ઘણી વાર ખરાબ અસર પડે છે. આ માટે ઘરમાં કેટલીક વસ્તુઓ રાખવાથી બચવું જોઇએ, નહિં તો વાસ્તુદોષ થઇ શકે છે. આમ, જો તમારા ઘરમાં પણ તમને વારંવાર તકલીફ પડતી હોય તો ઘરમાંથી આ વસ્તુઓને તરત જ હટાવી દો.
સુકાઇ ગયેલા છોડનો નિકાલ કરો
અનેક લોકોને ઘરમાં બગીચાનો શોખ હોય છે, પરંતુ વાસ્તુ અનુસાર જો તમે બગીચામાં રહેલા છોડની દેખભાળ બરાબર નથી કરતા તો તમને અનેક ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે. આ માટે જો તમારા બગીચામાં સુકાઇ ગયેલા છોડ હોય તો એનો આજે જ નિકાલ કરો. સુકાઇ ગયેલા છોડ ઘરમાં રાખવાથી નકારાત્મક ઊર્જા આવે છે.
કચરાપેટીને ઘરની બહાર રાખો
સામાન્ય રીતે લોકો કચરાપેટીને ઘરનાં મુખ્ય દ્રાર પાસે રાખતા હોય છે. આમ, જો તમારા ઘરે પણ તમે આવી રીતે જ કચરાપેટી રાખો છો તો તમારે એને બહાર મુકવી જોઇએ. કચરાપેટીની ગંદકી તમારા ઘરમાં નકારાત્મક ઊર્જા ફેલાવે છે.
દરવાજા અને બારીમાં લાગેલી ધૂળ સાફ કરો
સામાન્ય રીતે લોકો બેડશીટ, કપડા અને પડદા જેવી અનેક વસ્તુઓની સાફ-સફાઇ કરતા હોય છે. જો તમે દરવાજા અને બારીઓને સાફ નથી કરતા તો તમારા ઘરમાં આવતી લક્ષ્મી અટકી જાય છે અને સાથે ઘરમાં નકારાત્મક ઊર્જા આવે છે. આ સાથે જ તમારા ઘરમાં બીમારીઓ પણ એન્ટ્રી કરવા લાગે છે. આ સાથે જ પરિવારના સભ્યો પર આર્થિક સંકટ પણ આવી શકે છે. આ માટે તમારે ઘરના બારી બારણાં સાફ કરવા ખૂબ જ જરૂરી છે.