Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
મનોરંજન

મહાન ગાયક અને સંગીતકાર બપ્પી લહેરીનું નિધન, મુંબઈમાં 69 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

Bappi Lahiri Passes away : જાણીતા સંગીતકાર ગાયક બપ્પી લહેરીનું નિધન થયુ છે. તેઓ 69 વર્ષના હતા. ગયા વર્ષે એપ્રિલમાં, બપ્પી લાહેરીને કોરોના થયો હતો. તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. થોડા દિવસો પછી તેઓ સ્વસ્થ થઈ ગયા હતા.
જાણીતા ગીતકાર, સંગીતકાર, ગાયક બપ્પી લહેરીનું (Bappi Lahiri) નિધન થયુ છે. તેઓને મુંબઈ સ્થિત ખાનગી હોસ્પિટલમાં સારવારઅર્થે દાખલ કરવામાં આવ્યા હતા. સંગીતકાર અને ગાયક (Musician and singer) બપ્પી લાહિરીનું આજે મુંબઈની (Mumbai) હોસ્પિટલમાં અવસાન થયું. તેઓ 69 વર્ષના હતા. બપ્પી લાહિરી 1970-80ના દાયકાના અંતમાં કેટલીક ફિલ્મોમાં લોકપ્રિય ગીતો આપ્યા હતા.

ભારત રત્ન લતા મંગેશકરના અવસાનથી સંગીતપ્રેમીઓ હજી આધાતમાંથી બહાર આવ્યા નથી, ત્યાં વધુ એક દિગ્ગજ ગાયક બપ્પી લહેરીનું અવસાન થયું. ન્યૂઝ એજન્સી પીટીઆઈએ એક ડૉક્ટરને ટાંકીને કહ્યું કે ગાયક-સંગીતકાર બપ્પી લાહેરીનું મુંબઈની એક હોસ્પિટલમાં અવસાન થયું છે. તેઓ અનેક રોગોથી પીડિત હતા.

મ્યુઝિક કમ્પોઝર બપ્પી લાહેરીને કોવિડ પોઝિટિવ આવ્યા બાદ ગયા વર્ષે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જોકે, થોડા દિવસો પછી તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. સ્વસ્થ થયા પછી, બપ્પી દાને બેડ રેસ્ટ માટે કહેવામાં આવ્યું હતુ. અને તે પછી તેઓ તેમના ઘરમાં લિફ્ટની સાથે વ્હીલચેર પણ લગાવવામાં આવી હતી. જેથી તેમને વધારે તકલીફ ન પડે. આ સિવાય બપ્પી લાહેરીની પણ ઘણી બીમારીઓની સારવાર ચાલી રહી હતી.

ગયા વર્ષે એપ્રિલમાં, બપ્પી લાહેરીને કોરોના થયો હતો. તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. થોડા દિવસો પછી તેઓ સ્વસ્થ થઈ ગયા હતા.

2014માં રાજકારણમાં પ્રવેશ્યા હતા

સંગીત ક્ષેત્રે જબરદસ્ત સફળતા હાંસલ કર્યા પછી, લહેરીએ રાજકારણમાં પણ પ્રવેશ કર્યો હતો. જો કે તેમને રાજકારણમાં બહુ સફળતા મળી ના હતી. તેઓ 2014માં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા. તેમને પશ્ચિમ બંગાળના શ્રીરામપુર (લોકસભા મતવિસ્તાર) માંથી 2014ની લોકસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવાર જાહેર કરવામાં આવ્યા હતા. જો કે, બપ્પી લહેરી ચૂંટણીમાં હાર્યા હતા.

બપ્પી લહેરીની ખાસ વાત એ છે કે તેમણે માત્ર હિન્દીમાં જ નહીં પરંતુ બંગાળી, તમિલ, તેલુગુ અને કન્નડ ભાષાઓમાં પણ ગીતો ગાયા છે. આજે બપ્પી લહેરીની વિદાયથી મ્યુઝિક ઈન્ડસ્ટ્રીમાં સુનકાર વ્યાપી ગયો છે. ડિસ્કો ડાન્સર, નમક હલાલ, હિમ્મતવાલા અને શરાબી જેવી હિન્દી ફિલ્મોમાં ગાવા ઉપરાંત, બપ્પી દા ‘અરે પ્યાર કર લે’ અને ‘ઓહ લા લા’ જેવા ગીતો માટે પણ જાણીતા છે.

છેલ્લા દાયકામાં, બપ્પી લહેરીએ ધ ડર્ટી પિક્ચરમાંથી ઓ લા લા, ગુન્ડેમાંથી તુને મારી એન્ટ્રી, બદ્રીનાથ કી દુલ્હનિયાના તમ્મા તમ્મા અને શુભ મંગલ જ્યાદા સાવધાનમાંથી હે પ્યાર કર લે જેવા ગીતો ગાયા હતા. તેમણે છેલ્લે 2 વર્ષ પહેલા ફિલ્મ બાગી 3 માટે ગીત કમ્પોઝ કર્યું હતું. જે વર્ષ 2020માં રિલીઝ થઈ હતી.

संबंधित पोस्ट

Govt hikes excise duty on petrol and diesel by Rs 3 per litre

Admin

મણિનગર ના મિલ્લતનગર માં ઉતરાયણ ની ઉજવણી

Karnavati 24 News

ब्रह्मास्त्र बॉक्स ऑफिस कलेक्शन: 300 करोड़ का आंकड़ा पार कर रही ‘ब्रह्मास्त्र’ की सफल दौड़; करण जौहर ने पोस्ट शेयर करते हुए कहा…

Karnavati 24 News

વાણી કપૂરે કેમેરા સામે બોલ્ડ પોઝ આપવા માટે પોતાનું પેન્ટ નીચે કર્યું, વીડિયો વાઈરલ…

Karnavati 24 News

તેજસ્વી પ્રકાશે પહેરી આવી સાડી, કરણ કુન્દ્રા પણ દિલ દઈ બેઠા, કરી આવી કમેન્ટ

Karnavati 24 News

નવરાત્રિમાં રાત્રે વરસાદનો વિરામ બાદ મેઘરાજાએ નવરાત્રી ઉત્સવ રાહત અનુભવી