દેશની સૌથી મોટી FMCG ફૂડ કંપનીઓમાંની એક એવી અદાણી વિલ્મર કંપનીનો આઈપીઓ પ્રથમ દિવસે 57% ભરાયો છે. જેમાં આ આઈપીઓ 27મી જાન્યુઆરીએ ખુલ્યો હતો.ત્યારે રોકાણકારો એ 31 જાન્યુઆરી સુધી આઈપીઓ માં મ અરજી કરીછેઃ. બીએસઈ (BSE)ની વેબસાઈટ પર મળેલી વિગત પ્રમાણે 3,600 કરોડ રૂપિયાના આઈપીઓ માટે પ્રથમ દિવસે 0.57 ગણી બીડ મળી છે. જેમાં રિટેલ હિસ્સાની વાત કરીએ તો પ્રથમ દિવસે જ 0.96 ગણો તે ભરાયો છે. પ્રથમ દિવસે આઈપીઓને મળેલા મિશ્ર પ્રતિસાદ પછી શેરના ગ્રે માર્કેટ પ્રીમિયમ માં પણ ઉછાળો જોવા મળ્યો છે. અદાણી વિલ્મર આઈપીઓ ગ્રે માર્કેટ પ્રીમિયમ (Adani Wilmar IPO GMP) બજાર પર નજર નાખનાર લોકોના મતે આજે અદાણી વિલ્મર આઈપીઓનું ગ્રે માર્કેટ પ્રીમિયમ 47 રૂપિયા પ્રતિ શેર છે, જે ગતરોજ કરતા ત્રણ રૂપિયા વધારે છે. ગઈકાલે અદાણી વિલ્મરનો શેર ગ્રે માર્કેટમાં 44 રૂપિયા લેખે ટ્રેડ કર્યો હતો.જેમાં વિલ્મરના શેરની ગ્રે માર્કેટમાં 65 રૂપિયા લેખે એન્ટ્રી થઈ હતી. અઠવાડિયાની અંદર ગ્રે માર્કેટ માં પ્રીમિયમ ઘટીને 47 રૂપિયા સુધી પહોંચ્યું છે. બીજી તરફ અદાણી વિલ્મરના આઈપીઓને પ્રથમ દિવસે જ મિશ્ર પ્રતિસાદ મળતા બજાર નિષ્ણાતો માની રહ્યા છે કે શેર બજારમાં થયેલી ઉથલપાથલને પગલે આવું થયું છે. કોના માટે કેટલો હિસ્સો અનામત અદાણી વિલ્મરના આઈપીઓનો 50% હિસ્સો ક્વોલીફાઇડ ઇન્સ્ટીટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ માટે અનામત છે. 15% હિસ્સો નોન-ઇન્સ્ટીટ્યૂશનલ ઇન્વેસ્ટર્સ અને 35% હિસ્સો રિટેલ રોકાણકારો માટે અનામત છે. અદાણી વિલ્મર આઈપીઓ (Adani Wilmar IPO) ખાદ્ય તેલ બનાવતી દિગ્ગજ કંપની Adani Wilmar Ltd કંપનીનો આઈપીઓ 27 જાન્યુઆરીના રોજ ખુલ્યો છે અને 31મી જાન્યુઆરી સુધી બોલી લગાવી શકાશે. પ્રાઇસ બેન્ડ કંપનીએ આઈપીઓ માટે પ્રાઇસ બેન્ડ (Adani Wilmar IPO Price band) 218-230 રૂપિયા નક્કી કરી છે. કંપનીના કર્મચારીઓની 21 રૂપિયા ડિસ્કાઉન્ટ ભાવે શેર મળશે. ફ્રેશ ઇશ્યૂ આ ઇશ્યૂ સંપૂર્ણ રીતે ફ્રેશ ઇશ્યૂ હશે. એટલે કે તમામ નવા ઇક્વિટી શેર જાહેર કરવામાં આવશે. ઇશ્યૂમાં ઑફર ફૉર સેલ નહીં હોય. આઈપીઓ બાદ પ્રમોટર્સનો હિસ્સો 100 ટકાથી ઘટીને 87.92 ટકા રહી મહત્ત્વની તારીખો અદાણી વિલ્મર આઈપીઓ માટે શેરની ફાળવણી ત્રીજી ફેબ્રુઆરીના રોજ થશે. જેમને શેર નથી લાગ્યા તેમને ચોથી ફેબ્રુઆરીથી રિફંડ મળવા લાગશે. જેમને શેર લાગ્યા છે તેમના ડિમેટ ખાતામાં સાતમી ફેબ્રુઆરી સુધી શેર જમા થઈ જશે. અદાણી વિલ્મરના આઈપીઓનું લિસ્ટિંગ આઠમી ફેબ્રુઆરીના રોજ થશે.
