Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
બિઝનેસ

કચ્છી ઉંટની માંગ વધી, કોઈમ્બ્તુરના ખરીદદારે ૪૨ હજારમાં ખરીદ્યા ઉંટ

કચ્છ ઊંટ ઉછેરક માલધારી એ સંગઠન , પશુપાલન વિભાગ અને સહજીવન દ્વારા સરહદ ડેરી સાથે રહી કચ્છ માં ઊંટડીના દૂધની બજાર વ્યવસ્થા ઊભી કરેલી છે . જેના કારણે ઊંટડીનું દૂધનો મહત્વ લોકો સમજવા લાગ્યા છે . આજે પ્રતિ દિવસ ૪૦૦૦ લિટર ઊંટડીના દૂધનો વેચાણ થાય છે . દૂધના ઓવષધિય ગુણોની જાણ અન્ય રાજ્યો માં લોકોને સમજવા લાગ્યા છે . કચ્છી ઊંટમાં અન્ય નસલ કરતાં દૂધ સારા પ્રમાણમાં હોય છે એવું નેશનલ રિસર્ચ સેન્ટર ઓન કેમલ , બિકાનેરના વૈજ્ઞાનિક ડો . વેદ પ્રકાર દ્વારા કરવામાં આવેલા સંશોધનમાં બહાર આવ્યું છે . સંશોધનમાં પ્રતિ દિવસ ૧૨ લિટર જેટલુ દૂધ કચ્છી ઊંટડી આપે છે તેવુ સાબિત થયું છે . ઊંટડીના દૂધ માટે કોઇમ્બતુરથી કચ્છ આવેલા મનિકંદનને આવેલા એનઆરસીસી દ્વારા કચ્છમાંથી કચ્છી નસલની ઊંટ ખરીદવા જણાવ્યું હતું . તેણે સંગઠન સાથે મળી અહીથી ઊંટ લઈ જવા તમામ નિયમો પ્રમાણે પરવાનગી મેળવી હતી .કચ્છી ઊંટની માંગ દેશના અન્ય રાજ્યોમાં પણ હવે થવા લાગી છે . તાજેતરમાં અબડાસા અને નખત્રાણાના ગામોમાંથી ચાર કચ્છી ઊંટની ખરીદી કરવા તામિલનાડૂના કોઇમ્બતુરથી લોકો આવ્યા હતાં . અને પ્રતિ ૪૨ હજાર લેખે ચાર ઊંટની ખરીદી કરવામાં આવી હતી .અબડાસાના દબાણ અને નખત્રાણાના ગંગોણમાંથી ૪ ઊંટડીની ખરીદી કરી હતી . આ વ્યક્તિએ પ્રતિ ઊંટડીના ૪૨ હજાર અને કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠનને સહયોગ બદલ ચાર હજાર આપ્યા હતા . આ ઊંટને કોઇમ્બતુર લઈ જવામાં આવ્યા હતા.

संबंधित पोस्ट

શું તમે નવા UPI AUTO PAY ફીચર વિશે જાણો છો? જેનાથી થઇ શકે છે અનેક કામ

Karnavati 24 News

IIM અમદાવાદ નો લોગો બદલવાના મામલે મામલો ગરમાયો, ગવર્નીંગ બોડી અને ફેકલ્ટી આમને સામને

Karnavati 24 News

કામની વાત/ ઘરમાં નવા સભ્યની એન્ટ્રી થઈ હોય તો રાશન કાર્ડ અપડેટ કરાવવું ખૂબ જરૂરી, આ રીતે ફટાફટ થશે કામ

Karnavati 24 News

ડીઝલ અને કેરોસીન ના ભાવ ખટાડવા ની માછીમારો ની માંગ

Karnavati 24 News

૩૩૪ કરોડના ખર્ચે દેશનું પ્રથમ વિદ્યુત સંગ્રહ સેન્ટર બનશે કચ્છના પાંધ્રોમાં

Karnavati 24 News

INS Khuhari Memorial Diu: દીવના ચક્રતિર્થ બીચ પર બનશે યુદ્ધ જહાજ INS ખુખરી મેમોરિયલ

Karnavati 24 News
Translate »