Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
બિઝનેસ

એક્શન / યોગ્ય ટ્રેનિંગ વગર વિમાન ઉડાવી રહ્યા હતા 90 પાઇલોટ, DGCAએ કરી કડક કાર્યવાહી

ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ સ્પાઇસજેટ એરલાઇનના 90 પાઇલટ્સને બોઇંગ 737 મેક્સ એરક્રાફ્ટ ઉડાવવા પર પ્રતિબંધ મૂક્યો છે કારણ કે તેઓ યોગ્ય રીતે પ્રશિક્ષિત ન હતા. DGCAના મહાનિર્દેશક અરુણ કુમારે જણાવ્યું કે 90 પાયલટોને બોઇંગ 737 MAX ઉડાવવા પર રોક લગાવવામાં આવી છે. DGCAના સંતોષ માટે તેઓએ ફરીથી તાલીમ લેવી પડશે.

144 પાયલોટ 11 MAX વિમાન કરે છે સંચાલિત

જો કે આ પ્રતિબંધ MAX એરક્રાફ્ટના સંચાલનને અસર કરતું નથી. DGCAના મહાનિદેશક જનરલે જણાવ્યું કે સ્પાઈસજેટ હાલમાં 11 મેક્સ એરક્રાફ્ટનું સંચાલન કરે છે અને આ 11 એરક્રાફ્ટ ઓપરેટ કરવા માટે લગભગ 144 પાઈલટની જરૂર છે.

પાયલટ ફરીથી તાલીમ લેશે

તેમાંથી MAX પર 650 પ્રશિક્ષિત પાઇલોટમાંથી 560 હજુ પણ ઉપલબ્ધ છે. પાઇલટોને MAX સિમ્યુલેટર પર યોગ્ય પુનઃપ્રશિક્ષણમાંથી પસાર થવું પડશે. DGCAનું આ પગલું ચાઇના એરલાઇન દ્વારા સંચાલિત 737-800 વિમાનોના દક્ષિણ ચીનમાં પર્વતોમાં ક્રેશ થયા બાદ આવ્યું છે. આ દુર્ઘટનામાં 132 લોકોના મોત થયા હતા.

આ એરલાઇન્સના કાફલામાં છે બોઇંગ 737 એરક્રાફ્ટ 

સ્પાઈસ જેટ, વિસ્તારા અને એર ઈન્ડિયા એક્સપ્રેસ જેવી ભારતીય એરલાઈન્સ પોતાના કાફલામાં બોઈંગ 737 એરક્રાફ્ટનું સંચાલન કરે છે. તેમણે એમ પણ જણાવ્યું કે દોષ માટે જવાબદાર સામે કડક પગલાં લેશે.

संबंधित पोस्ट

છ મહિનામાં ભારતનો સોનાનો ભંડાર 16.58 ટન વધીને 760.42 ટન થયો

Karnavati 24 News

હવે IT રિટર્ન ભરવા માટે નહીં ચૂકવવો પડે કોઇ ચાર્જ, આ સ્ટેપ્સથી ઘરેથી જ સરળતાપૂર્વક રિટર્ન ભરો

Karnavati 24 News

એચડીએફસી, આઈસીઆઈસીઆઈ બેંક, આરઆઈએલ બજારમાં તીવ્ર ઉછાળો, છઠ્ઠા દિવસે સેન્સેક્સ-નિફ્ટી મજબૂત

Karnavati 24 News

ઇંધણની અછતને પહોંચી વળવા યુએસઓનું આયોજનઃ ખાનગી પેટ્રોલ પંપોએ પણ સ્ટોક જાળવવો પડશે, નિયમોનું પાલન નહીં થાય તો સરકાર લાયસન્સ રદ કરશે

Karnavati 24 News

Income Tax : 28 ફેબ્રુઆરી સુધી નિપટાવીલો આ કામ નહીંતર પડશો મુશ્કેલીમાં, જાણો વિગતવાર

Karnavati 24 News

ક્રિપ્ટોનો વધતો વ્યાપ: આ એરલાઈન્સ હવે બિટકોઈનમાં ચૂકવણી સ્વીકારશે

Karnavati 24 News