મધમાં એન્ટી ઓક્સિડન્ટ, એન્ટી વાયરલ તેમજ બીજા અનેક ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. આ સ્કિન અને હેલ્થ માટે ખૂબ જ ઉપયોગી છે. મધનો ફેસ પેક તમારા ચહેરાને ક્લિન કરીને ગ્લો આપવાનું કામ કરે છે. મધ સ્કિનને સોફ્ટ અને મુલાયમ રાખે છે. આમ, જો તમારા અંડરઆર્મ્સ બ્લેક પડી ગયા હોય તો તમે મધનો આ રીતે ઉપયોગ કરી શકો છો. કાળા પડી ગયેલા અંડરઆર્મ્સને મધ વ્હાઇટ કરવાનું કામ કરે છે. આનાથી ડેડ સ્કિન પણ સાફ થઇ જાય છે. તો જાણી લો તમે પણ કેવી રીતે કરશો મધનો ઉપયોગ…
હળદર અને મધ
તમે અંડરઆર્મ્સની કાળાશ દૂર કરવા માટે મધ અને હળદરનો પેક બનાવીને લગાવી શકો છો. આનાથી તમારા અંડરઆર્મ્સની કાળાશ દૂર થઇ જાય છે અને સાથે ખંજવાળની સમસ્યા પણ રહેતી નથી. આ માટે તમે એક બાઉલમાં હળદર અને કાચુ દૂધ મિક્સ કરો. ત્યારબાદ આને બરાબર મિક્સ કરી લો અને સ્મુધ પેસ્ટ બનાવો. હવે 3 થી 5 મિનિટ સુધી સ્ક્રબ કરો અને 10 મિનિટ સુધી રહેવા દો. ત્યારબાદ હુંફાળા પાણીથી અંડરઆર્મ્સ ધોઇ લો. અઠવાડિયામાં બે વાર આ પ્રોસેસ કરશો તો તમને તરત જ ફરક જોવા મળશે.
મધ અને ઓટ્સ
મધ અને ઓટ્સનું તમે સ્ક્રબ બનાવીને પણ લગાવી શકો છો. આનાથી તમારા અંડરઆર્મ્સ વ્હાઇટ થાય છે અને સાથે ખંજવાળની સમસ્યા પણ દૂર થઇ જાય છે. આ માટે એક બાઉલમાં 2 ચમચી ઓટ્સ પાઉડર અને જરૂરિયાત મુજબ મધ એડ કરો. ત્યારબાદ આ સ્ક્રબને અંડરઆર્મ્સ પર લગાવો. 5 મિનિટ સુધી સ્ક્રબ કરો અને પછી ભીના કપડાથી લૂછી લો. આ પ્રોસેસ અઠવાડિયામાં તમારે 3 થી 4 વાર કરવાની રહેશે. આ સ્ક્રબથી સ્કિન પણ મસ્ત ગ્લો કરે છે અને સાથે-સાથે સ્કિન મસ્ત સુંવાળી પણ થાય છે.