ખોડલધામ દેશનું પ્રથમ મંદિર છે જ્યા ધર્મ ધ્વજા સાથે રાષ્ટ્રધ્વજ પણ ફરકે છે. લતાજીને શ્રદ્ધાંજલિ આપવા માટે રાષ્ટ્રીય શોકના એલાનથી ખોડલધામ મંદિરના દ્વાર પર ફરકી રહેલો રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો હતો.
ખોડલધામમાં અડધી કાઠીએ ફરકાવેલો રાષ્ટ્રધ્વજ.
ખોડલધામ દેશનું પ્રથમ મંદિર જ્યાં ધર્મ ધ્વજા સાથે રાષ્ટ્રધ્વજ પણ ફરકે છે.ભારત રત્ન અને સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકરનું આજે નિધન થતા દેશ આખા શોકનો માહોલ જોવા મળી રહ્યો છે. લતા મંગેશકરના નિધન પર બે દિવસના રાષ્ટ્રીય શોકનું એલાન કરવામાં આવ્યું છે. ત્યારે રાષ્ટ્રીય શોક જાહેર થતા તમામ જગ્યાએ રાષ્ટ્રધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે. જેને લઈને લેઉવા પટેલ સમાજની એકતાનું પ્રતિક ખોડલધામ મંદિરના દ્વાર પર રાષ્ટ્રધ્વજને અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો છે.
રાષ્ટ્રધ્વજ ફરકતો હોય તેવું દેશનું પ્રથમ ખોડલધામ મંદિર
ખોડલધામમાં ધર્મની ધ્વજા સાથે રાષ્ટ્રધ્વજ પણ વર્ષના 365 દિવસ ફરકી રહ્યો છે. ધર્મની ધ્વજા સાથે રાષ્ટ્રધ્વજ ફરકતો હોય તેવું દેશનું પ્રથમ મંદિર હોય તો તે ખોડલધામ છે. ખોડલધામમાં દર વર્ષે સ્વતંત્રા દિવસ અને પ્રજાસત્તાક દિવસની પણ ઉજવણી કરવામાં આવે છે. આજે રાષ્ટ્રીય શોકમાં સામેલ થઈને રાષ્ટ્રધ્વજને અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો છે. બે દિવસ સુધી ખોડલધામમાં રાષ્ટ્રીયધ્વજ અડધી કાઠીએ ફરકાવવામાં આવશે.