સુરત ના પુણા ગામ ખાતે લૂંટ ની ઘટના બની છે..પુણા પોલીસ.નો.કોઈ ખોફ ના હોય તેવી ઘટના પ્રકાશ માં આવી છે..પુણા ગામ ની શિવાજી નગર સોસાયટી મા જય માં શીતળા નામની દુકાન આવેલી છે..આ દુકાનદાર દુકાન બંધ કરી દુકાન ની અંદર હિસાબ કરી રહ્યો હતો તેવામાં બાઇક પર ત્રણ ઈસમો દ્વારા આવી બહાર થી દુકાન નું શટર ઊંચું કરી અને દુકાન માં ઘુસી ગયા હતા..દુકાન મા ઘુસી ત્રણ પેકી બે વ્યક્તિએ બંધુક કાઢી હતી અને ત્રીજા વ્યક્તિ એ લોખન્ડ નો પાઇપ.કાઢી દુકાનદાર ને ધમકાવવા નું શરૂ કર્યું હતું..દુકાનદાર આ ઘટના થી હેબતાઈ ગયો હતો અને ડર ના માર્યો દુકાન માં રહેલી તમામ રોકડ લૂંટારુઓ ને આપી દીધી હતી..રોકડ રકમ ની લૂંટ ચલાવી લૂંટારુઓ બાઇક ઓર ફરાર થઇ ગયા હતા..જોકે આ સમગ્ર ઘટના દુકાન માં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી..ઘટના ની જાણ પુણા પોલીસ ને કરાતા પુણા પોલીસે સીસીટીવી ના આધારે આરોપી ને પકડવા તજવીજ હાથ ધરી છે