દેશમાં ઓમિક્રૉનના અત્યાર સુધી 161 દર્દી સામે આવ્યા છે, આ કેસ 12 રાજ્યમાંથી મળ્યા છે. ઓમિક્રૉનથી 42 દર્દી સ્વસ્થ થઇ ચુક્યા છે. ઓમિક્રૉનથી સ્વસ્થ થનારા સૌથી વધુ દર્દી મહારાષ્ટ્ર, દિલ્હી અને કર્ણાટકના છે.
હવે ઓમિક્રૉનનો કોઇ પણ દર્દી ગંભીર નથી. મહારાષ્ટ્ર રાજ્યમાં અત્યાર સુધી સૌથી વધુ 54 કેસ સામે આવ્યા છે. તે બાદ બીજા સ્થાન પર દિલ્હી (32) છે જ્યારે તેલંગાણાથી ઓમિક્રૉન વેરિએન્ટના 20 કેસ સામે આવ્યા છે.
દેશમાં અત્યાર સુધી આવ્યા ઓમિક્રૉનના કેસ
મહારાષ્ટ્ર: 54
દિલ્હી: 32
તેલંગાણા: 20
રાજસ્થાન: 17
ગુજરાત: 13
કેરળ: 11
કર્ણાટક: 08
યુપી: 02
તમિલનાડુ, આંધ્ર પ્રદેશ, પશ્ચિમ બંગાળ અને ચંદીગઢ: 1
ઓમિક્રૉનને લઇને ચિંતા વચ્ચે ભારતમાં કોરોનાના નવા કેસની સંખ્યામાં સતત કમી આવી રહી છે. ભારતમાં ગત 24 કલાકમાં કોરોના સંક્રમણના 6,563 નવા કેસ દર્જ કરવામાં આવ્યા છે. આ આંકડો રવિવારની તુલનામાં 7.3 ટકા ઓછો છે. બીજી તરફ આ દરમિયાન 132 લોકોના સંક્રમણન કારણે મોત થયા છે. ગત 24 કલાકમાં 8,077 લોકોએ કોરોનાને માત આપી છે, આ સાથે જ કોરોનાથી સ્વસ્થ થનારાઓની સંખ્યા વધીને 3,41,87,017 થઇ ગઇ છે. ભારતમાં અત્યારે રિકવરી રેટ 98.39% છે, જે માર્ચ 2020 બાદથી સૌથી વધુ છે. સક્રિય કેસની વાત કરીએ તો આખા દેશમાં અત્યારે 82,267 સક્રિય દર્દી છે, આ સંખ્યા ગત 572 દિવસમાં સૌથી ઓછી છે.