બોલિવૂડ અભિનેત્રીઓ જ્યાં તેઓ તેમની ફેશન, સ્ટાઇલ અને સુંદર દેખાવ માટે ઘણી હેડલાઇન્સમાં રહે છે. ઘણી અભિનેત્રીઓ તેમના નખરાને લઈને ચર્ચામાં રહે છે. તમને જણાવી દયે કે આ અભિનેત્રીઓ પોતાના ફિલ્મનો કોન્ટ્રાક્ટ સાઈન કરતી વખતે કેટલીક વિચિત્ર માંગણી મુકે છે.
જેને નિર્માતાઓ અને દિગ્દર્શકોએ કોઈ પણ વાંધો લીધા વિના સ્વીકારવું પડશે. આજે અમે તમને આવી જ કેટલીક અભિનેત્રીઓનો પરિચય કરાવવા જઈ રહ્યા છીએ. જેઓ ફિલ્મ સાઈન કરતા પહેલા ખાસ શરતો રાખે છે.
કંગના રનૌત
સૌથી પહેલા વાત કરીએ કોન્ટ્રોવર્સી ક્વીન કંગના રનૌતની, જેણે બોલિવૂડમાં પોતાના દરેક પાત્રથી દર્શકોના દિલમાં એક ખાસ ઓળખ બનાવી છે. અહેવાલો અનુસાર, ફિલ્મ સાઇન કરતા પહેલા કંગના સ્પષ્ટ કરી દે છે કે ફિલ્મ ત્યારે જ રિલીઝ થશે જ્યારે તેની સંપૂર્ણ ફી ચૂકવવામાં આવશે.
કરીના કપૂર ખાન
બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં ઝીરો ફિગરનો ટ્રેન્ડ લાવનાર બેબોએ ફિલ્મ સાઈન કરતા પહેલા જ મેકર્સ સામે પોતાની નો કિસિંગ પોલિસીની શરત મૂકી છે. જોકે તેણે લગ્ન બાદ આ શરત રાખવાનું શરૂ કરી દીધું છે.
સની લિયોની
બોલીવુડની બેબી ડોલ એટલે કે સની લિયોને બિગ બોસ દ્વારા હિન્દી સિનેમામાં પોતાની ઓળખ બનાવી હતી. આજે તે ઈન્ડસ્ટ્રીમાં જાણીતું નામ બની ગઈ છે. પરંતુ ફિલ્મ સાઈન કરતા પહેલા તેઓએ મેકર્સ સામે એક શરત રાખે છે..તેની શરત એ હોય છે કે ઈન્ટીમેટ સીન આપવામાં તે કમ્ફર્ટેબલ છે, પરંતુ તેઓ ફિલ્મોમાં લિપ-લોક સીન નહીં આપે.
પ્રિયંકા ચોપ઼ા
બોલિવૂડથી લઈને હોલીવુડ સુધી પોતાનો ડંકો વગાડનાર દેશીની ગર્લ પ્રિયંકા ચોપરા જોનાસ સાઈન કરતા પહેલા સ્પષ્ટ કરે છે કે તે ફિલ્મમાં કોઈપણ પ્રકારના અશ્લીલ દ્રશ્યો નહીં કરે.
સોનાક્ષી સિન્હા
દબંગ ગર્લ એટલે કે સોનાક્ષી સિન્હા કિસિંગ સીન આપવામાં બિલકુલ કમ્ફર્ટેબલ નથી અને કોન્ટ્રાક્ટ સાઈન કરતા પહેલા જ તે મેકર્સ તરફથી આ વાત ક્લિયર કરી દે છે.