ઉર્વશી રૌતેલા બોલિવૂડની ખૂબ જ સુંદર અભિનેત્રી છે. સ્વર્ગમાં જે ઉર્વશી ના વખાણ સાંભળ્યા હતા એ પ્રકારની સુંદરતા આ ઉર્વશી ધરાવે છે. જેથી જ તે ભારત દેશ ઉપરાંત વિદેશોમાં પણ એટલી જ પોપ્યુલર છે. એટલે તાજેતરમાં જ અરબ ફેશન વીકમાં તેને ભાગ લીધો હતો જ્યાં તેને 40 કરોડ રૂપિયાનો ડ્રેસ પહેર્યો હતો.
ઉર્વશી જેટલી સુંદર છે એટલો જ સુંદર તેને પહેરેલો આ એડ્રેસ હતો જેથી ફેશનવીકમાં ચાર ચાંદ લાગી ગયા હતા. આ ડ્રેસ ની વિશેષતા એ છે કે તે હીરા-મોતી જડિત છે. જે પહેરાવ્યાં બાદ ઉર્વશી વધુ સુંદર દેખાઇ રહી હતી જેની પર્સનાલિટી અન્ય મોડેલ કરતા વધુ સારી રીતે નિખરી હતી.
ઉર્વશીને આ ફેશનવીકમાં બીજીવાર આમંત્રણ મળ્યું છે. અરબ ફેશન વીકમાં બે વાર ઉર્વશી ને આમંત્રણ આપવામાં આવ્યું છે. સૌથી વધુ વાર અત્યાર સુધી ઉર્વશી ને આમંત્રણ મળ્યું છે જેથી ઉર્વશી એ પણ આ વાતને લઈને ઘણી ખુશ જોવા મળી હતી. જેને સોશિયલ મીડિયા પણ પર પણ તેની આ વાત શેર કરી હતી.