Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
મનોરંજન

 બોલિવૂડમાં કોરોના વાયરસનો આતંકઃ રિતિક રોશનની પૂર્વ પત્ની સુઝૈન ખાન કોરોના પોઝિટિવ

દેશમાં કોરોનાએ અજગરી ભરડો લીધો છે. કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. દરમિયાન આજે બોલિવુડ અભિનેતા રિતિક રોશનની પૂર્વ પત્ની સુઝૈન ખાન પણ કોરોના સંક્રમિત થઇ છે. સુઝૈન ખાને સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી આ માહિતી આપી હતી. સાથે જ લોકોને સાવચેત રહેવા પણ અપીલ કરી હતી.

આખરે મારી ઇમ્યુન સિસ્ટ પર ભારે પડ્યો

સુઝૈન ખાને પોતાની ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટમાં લખ્યું કે,‘કોવિડ-19ને બે વર્ષથી હાથ તાળી આપ્યા બાદ ત્રીજા વર્ષે 2022માં નવા વેરિઅન્ટ ઓમિક્રનએ મારા ઇમ્યુન સિસ્ટમ પર આખરે હુમલો કર્યો છે. ગત રાત્રિના રોજ મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

એક દિવસ પહેલા રિતિકને બર્થડે વિશ કરી હતો

સુઝૈન ખાને એક દિવસ પહેલા જ રિતિક રોશનને 48મા જન્મદિવસ પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. જેમાં તેણે રિતિકને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી અને એક સારા પિતા હોવાનું જણાવ્યું હતું. વીડિયોમાં રિતિક તેના બે દીકરા સાથે જોવા મળે છે. સુઝૈન ખાનની પોસ્ટ પર નીલમ કોઠારી, ફરહા ખાન, બિપાશા બસુ, જોર્જિયા એન્ડ્રિયાની, સંજય કપૂર સહિત અન્ય સેલિબ્રિટીએ કોમેન્ટ કરી હતી.

અર્સલાન ગોની સાથે અફેર

ઉલ્લેખનીય છે કે સુઝૈન અને અર્સલાન ગોનીના લવ અફેરની ચર્ચા જોરશોરથી ચાલી છે. અર્સલાન ગોની, ટીવી અભિનેતા અલી ગોનીનો કઝીન છે. અર્સલાન ગોની અને સુઝૈન ખાન ડેટ કરી રહ્યા હોવાની ચર્ચા છેલ્લા થોડા મહિનાથી ચાલી રહી છે. ગત વર્ષે ઓક્ટોબરમાં સુઝૈને ગોવામાં પોતાનો બર્થ ડે સેલિબ્રેટ કર્યો ત્યારે અર્સલાનની હાજરીથી બંને  રિલેશનશીપમાં હોવાની વાતને હવા મળી હતી. અર્સલાને ‘જિયા ઔર જિયા’થી બોલિવુડમાં ડેબ્યૂ કર્યું હતું.

संबंधित पोस्ट

Breathe Season 3: क्या इस ट्वीट में अभिषेक बच्चन ने ‘ब्रीद: इन टू द शैडोज़’ के तीसरे सीज़न का दिया हिंट?

Admin

KBC 14: જયા બચ્ચનની ફરિયાદોથી નારાજ અમિતાભ બચ્ચન! પરિણીત પુરુષોને ખાસ સલાહ આપી

Admin

સ્વ.અહેમદ પટેલ ના પુત્ર ફૈઝલ પટેલે અભિનેત્રી અમિષા પટેલ ને કર્યું લગ્નનું પ્રપોઝ

Karnavati 24 News

બર્થડે સ્પેશિયલઃ નમ્રતા શિરોડકર આ રીતે મળી મહેશ બાબુને, જાણો સાઉથ સુપરસ્ટારની લવ સ્ટોરી વિશે

Karnavati 24 News

‘કભી ઈદ કભી દિવાળી’ ટાઈટલ બદલાઈ ગયું ‘ભાઈજાન’, ધમકી બાદ પણ સલમાન ખાને ફિલ્મના શૂટિંગ માટે મુંબઈ છોડ્યું

Karnavati 24 News

કલર્સના નવા ફિક્શન શો ‘પ્યાર કે સાત વચન ધરમ પટની’માં ફહમાન ખાન અને કૃતિકા સિંહ યાદવ મુખ્ય પાત્ર ભજવશે

Admin