Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
બિઝનેસ

શેરબજારઃ બજેટ સત્રના પ્રથમ દિવસે ભારતીય શેરબજારમાં મજબૂત ટ્રેડિંગ, સેન્સેક્સ 1000 પોઈન્ટ વધ્યો

Share Market : ભારતીય શેરબજાર બજેટને હકારાત્મક આવકાર આપતું નજરે પડી રહ્યું છે. આજે  Economic Survey 2022 જાહેર થતા પહેલા બજાર મજબૂત સ્થિતિ તરફ જતું નજરે પડી રહ્યું છે. ગત સપ્તાહે 4 પૈકી 3 સત્રમાં ઘટાડો નોંધાતા રોકાણકારોને નુકસાનનો સામનો કરવો પડ્યો હતો. આજે કારોબારની શરૂઆતમાં બંને મુખ્ય ઇન્ડેક્સ લીલા નિશાનમાં નજરે પડી રહ્યા છે. આજે Sensex  57,845.91 ઉપર ખુલ્યો હતો જે  1000 અંકના વધારા સાથે કારોબાર આગળ ધપાવી રહ્યો છે. બીજી તરફ Nifty પણ 283 અંક ઉછળ્યો છે.

શેરબજારની સ્થિતિ (સવારે 2.25 વાગે)
SENSEX 58,175.56+975.33 
NIFTY 17,393.70+291.75 

આજે બજારની જબરદસ્ત તેજી વચ્ચે આ શેર્સમાં  10 ટકા વધુ તેજી નોંધાઈ

Company Prev Close (Rs) Current Price (Rs) % Gain
Shilchar Technologie 261.05 313.25 20
SPS Finquest 80.95 97.1 19.95
Samor Reality 65 74.9 15.23
Orbit Exports Li 110.95 127.65 15.05
B N Rathi Securities 37.25 42.85 15.03
Chemplast Sanmar 504.15 578.15 14.68
Benares Hotels 1,737.60 1,975.10 13.67
NIIT Ltd. 394.85 442.85 12.16
Amber Enterprises 3,183.80 3,560.50 11.83
CIL Securities L 29.5 32.9 11.53
Summit Securities 696.3 771.9 10.86
Rajkumar Forge 48.45 53.3 10.01

AGS Transit Listing

AGS Transit IPOનું લિસ્ટિંગ આજે શેરબજારમાં નબળું થયું છે. IPO લિસ્ટિંગ રૂ. 175 ની ઇશ્યૂ પ્રાઇસ સામે રૂ. 178ની આસપાસ થયું છે.

વૈશ્વિક સંકેત મજબૂત

શેરબજાર માટે આજનો દિવસ ઘણો મહત્વનો રહેવાનો છે. આજે નાણામંત્રી બજેટ પહેલા આર્થિક સર્વે રજૂ કરશે. બીજી તરફ વૈશ્વિક બજારનો ઉછાળો ભારતીય બજારને સારી એક્શન આપી શકે છે. શુક્રવારના ટ્રેડિંગ સેશનની વાત કરીએ તો વધઘટ વચ્ચે યુએસ માર્કેટમાં મોટો રિબાઉન્ડ જોવા મળ્યો હતો. ડાઉ જોન્સ 565 પોઈન્ટ ઉછળીને દિવસની સર્વોચ્ચ સપાટીએ બંધ રહ્યો હતો, જ્યારે નાસ્ડેક 3 ટકા વધ્યો હતો. બીજી તરફ ચીનના બજારો આજે આખું અઠવાડિયું બંધ રહેવાના છે અને એશિયન બજારો પણ અડધો દિવસ બંધ રહેવાના છે. આ સિવાય આજે ભારતીય બજારોની સૌથી મહત્વની હકીકત SGX નિફ્ટીમાં વધારો છે. SGX નિફ્ટી 150 પોઈન્ટ વધી રહ્યો છે. જ્યારે ક્રૂડ ઓઈલ 8 વર્ષની ટોચે પહોંચી ગયું છે. આ ઉપરાંત ડિસેમ્બર મહિના માટે યુએસ જોબ ડેટા રજૂ કરવામાં આવશે.

શેરબજારની હાઇલાઇટ્સ

  • BPCL, IOC અને HPCL માટે આજે પરિણામ આવવાના છે. આ કિસ્સામાં તમે તેલ કંપનીઓના શેર પર નજર રાખી શકો છો.
  • Tata Motors, UPL, Sun Pharma, DLF, Exide જેવી કંપનીઓ તેમના ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો રજૂ કરશે.
  • AGS Transit IPO ના સ્ટોકનું આજે આ સ્ટોકમાર્કેટમાં લિસ્ટિંગ છે.
  • Infibeam Avenues ના પરિણામો સાથે ડિવિડન્ડ અને બોનસની ખબર આવી શકે છે.
  • KPR મિલના બોર્ડ પરિણામો સાથે બાયબેક પર વિચાર કરશે.
  • Adani Wilmar IPO IPOનો આજે છેલ્લો દિવસ છે. અત્યાર સુધીમાં આ IPO 1.13 ગણો સબસ્ક્રાઇબ કરવામાં આવ્યો છે.
  • IndusInd Bank ના શેર પર નજર રહેશે. કંપનીએ તેના ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામો રજૂ કર્યા છે. નફામાં 50 ટકાનો વધારો થયો છે.
  • L&T ના ડિસેમ્બર ત્રિમાસિક પરિણામો જાહેર થયા છે. નફામાં 16.7 ટકાનો ઘટાડો થયો છે. બીજી તરફ આવકમાં 11.1 ટકાનો વધારો થયો છે.
  • NTPC પરિણામો આવ્યા છે. નફામાં 24.6 ટકાનો વધારો થયો છે જ્યારે આવકમાં પણ 18 ટકાનો વધારો થયો છે.
  • AU Small Finance Bank ના પરિણામો આવ્યા છે. કંપનીએ NIIમાં વધારો જોયો છે. નફામાં 68 ટકાનો વધારો થયો છે.
  • Info Edgeનો સ્ટોક આગળ વધતો જોવા મળી શકે છે. કંપનીએ ડિસેમ્બર ક્વાર્ટરના પરિણામોની જાણ કરી હતી જેમાં કંપનીનો નફો 96 ટકાથી વધુ ઘટ્યો હતો.

છેલ્લા સત્રમાં ઘટાડો નોંધાયો હતો

ગત સપ્તાહના અંતિમ દિવસે શેરબજારમાં પણ ઘટાડો જોવા મળ્યો હતો. બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેન્સેક્સ 76 પોઈન્ટ અથવા 0.13% ઘટીને 57,200 પર અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 8 પોઈન્ટ ઘટીને 17,101 પર બંધ થયો હતો. લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ રૂ. 261.23 લાખ કરોડ છે. શુક્રવારે ભારે ઉતાર – ચઢાવ જોવા મળ્યો હતો. સેન્સેક્સ 519 પોઈન્ટ વધીને 57,795 પર ખુલ્યો હતો. દિવસ દરમિયાન તે 58,084ના ઉપલા સ્તરે અને 57,119ના નીચલા સ્તરને સ્પર્શ્યો હતો. તેના 15 શેર વધ્યા હતા અને 15 તૂટયા હતા. સૌથી વધુ ફાયદો એનટીપીસીને થયો હતો જેના શેરમાં 3.89% વધારો નોંધાયો હતો.

નાણામંત્રી આર્થિક સર્વેક્ષણ રજૂ કરશે

નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સંસદમાં વર્ષ 2020-21 માટેનો આર્થિક સર્વેક્ષણ રજૂ કરશે. બજેટ પહેલા આર્થિક સર્વે રજૂ કરવામાં આવે છે. વાસ્તવમાં ભારતીય આર્થિક સર્વેક્ષણ એ ભારત સરકારના નાણા મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલ વાર્ષિક દસ્તાવેજ છે જેમાં ભારતીય અર્થતંત્ર પર અધિકૃત અને ફ્રેશ ડેટાનો સમાવેશ થાય છે. તે મુખ્ય આર્થિક સલાહકારની દેખરેખ હેઠળ તૈયાર કરવામાં આવે છે. આર્થિક સર્વે આગામી વર્ષમાં અર્થતંત્રની સંભાવનાઓ નક્કી કરે છે. આ સર્વેના આધારે સરકારને સૂચનો પણ આપવામાં આવ્યા છે. પરંતુ તેનો અમલ કરવો કે નહીં તે સરકારની જવાબદારી છે.

संबंधित पोस्ट

કચ્છી ઉંટની માંગ વધી, કોઈમ્બ્તુરના ખરીદદારે ૪૨ હજારમાં ખરીદ્યા ઉંટ

Karnavati 24 News

INS Khuhari Memorial Diu: દીવના ચક્રતિર્થ બીચ પર બનશે યુદ્ધ જહાજ INS ખુખરી મેમોરિયલ

Karnavati 24 News

બજાજે લોન્ચ કરી નવી લાઇટવેઇટ પલ્સર P150! આ ખાસ ફીચર્સ સાથે કિંમત છે આટલી

Admin

Govind Namdev to return with Radhe Your Most Wanted Bhai: ‘Salman Khan comes with a lot of positivity’

Admin

ફોક્સવેગન વર્ટસ 2022 લોન્ચ: તેમાં 6 એરબેગ્સ સાથે સુરક્ષા મળશે, 8-સ્પીકર સાઉન્ડ સિસ્ટમ પણ હશે; કિંમત 17.91 લાખ રૂપિયાથી શરૂ થાય છે

Karnavati 24 News

મોટી રાહત/ સરકારે કરી મોટી જાહેરાત, ખાવા પીવાની આટલી વસ્તુઓ પર નહીં લાગે ટેક્સ

Karnavati 24 News