



ચોખાના લોટમાં વિટામિન બી, ફોલેટ, આયરન, સેલેનિયમ અને મેગ્નેશિયમ જેવા અનેક તત્વો રહેલા હોય છે. ચોખાનો લોટ ડેડ સ્કિન સેલ્સ સાફ કરીને ચહેરા પર નેચરલ રીતે ગ્લો લાવવાનું કામ કરે છે. આ સાથે જ વાળને મજબૂત કરવાનું પણ કામ કરે છે. ચોખાનો લોટ વાળને સિલ્કી, મુલાયમ અને શાઇન કરવાનું કામ કરે છે. તો જાણી લો તમે પણ ચોખાના લોટને વાળમાં અને ફેસ પર કેવી રીતે ઉપયોગ કરશો.
ચોખાનો લોટ અને દહીં
તમે ચોખાના લોટમાંથી ફેસ પેક બનાવીને મોં પરની અનેક સમસ્યાઓને દૂર કરી શકો છો. આ ફેસ પેક ડેડ સ્કિનને દૂર કરીને સ્કિનને ક્લિન અને સોફ્ટ કરવાનું કામ કરે છે. આ સાથે નેચરલ ગ્લો પણ લાવે છે.
આ રીતે ઘરે બનાવો ફેસ પેક
આ પેક બનાવવા માટે સૌ પ્રથમ એક વાટકીમાં ચોખાનો લોટ અને જરૂરીયાત મુજબ દહીં લો અને આ મિશ્રણને બરાબર મિક્સ કરો. હવે આ મિશ્રણને ચહેરા પર સ્ક્રબની જેમ ઘસો અને પછી મોં ધોઇ લો. 20 મિનિટ આ પ્રોસેસ કરો અને પછી ફેસ ધોઇ લો.
ચોખાના લોટમાંથી આ રીતે બનાવો હેર માસ્ક
ચોખાના લોટમાંથી તમે હેર માસ્ક પણ બનાવી શકો છો. આ હેર માસ્ક લગાવવાથી વાળ મજબૂત થાય છે અને સાથે સિલ્કી પણ થાય છે. આ માસ્ક બનાવવા માટે એક વાટકીમાં ચોખાનો લોટ અને એવોકાડો બરાબર માત્રામાં મિક્સ કરો. ત્યારબાદ આ તૈયાર પેસ્ટને સ્કેલ્પથી લઇને પૂરા વાળમાં લગાવો અને 30 મિનિટ સુધી રહેવા દો અને પછી હેર વોશ કરી લો. આ પ્રોસેસ તમારે મહિનામાં 4-5 વાર કરવાની રહેશે.