Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
મનોરંજન

અભિષેક ઐશ્વર્યાને લઈ ગયો રોમેન્ટિક ડેટ પર… પણ લેવાના દેવા થઈ ગયા…

અભિષેક બચ્ચન અને અભિનેત્રી ઐશ્વર્યા રાયની જોડી સૌથી સુંદર કપલમાંથી એક માનવામાં આવે છે. ફિલ્મ ‘ગુરુ’ના સેટ પર, ઐશ્વર્યા અને અભિષેકને એકબીજા માટે પ્રેમનો અહેસાસ થયો હતો અને બંનેએ નક્કી કર્યું કે તેઓ કાયમ એકબીજા સાથે રહેશે. એક રિપોર્ટ અનુસાર અભિષેકે કહ્યું હતું કે જ્યારે તે તેની પહેલી એનિવર્સરી માટે માલદીવ ગયો હતો ત્યારે તેમની ડેટ રોમેન્ટિક થવાને બદલે આપત્તિમાં ફેરવાઈ ગઈ હતી.

ડેટ થઈ ગઈ ખરાબ
તે ડેટ વિશે વાત કરતાં અભિષેકે કહ્યું કે પવનને કારણે મીણબત્તીઓ ઓલવાઈ રહી હતી, જમવામાં રેતી મીક્સ થઈ ગઈ. જેના કારણે તેની ડેટ ખરાબ થઈ ગઈ હતી. જેથી હવે અભિષેક અન્ય લોકોને આવુ કરવાની ના પાડે છે. અગાઉ એક ઈન્ટરવ્યુમાં અભિષેકે કહ્યું હતું કે તે અને ઐશ્વર્યા લાંબા સમયથી મિત્રો હતાં. અભિષેકે જણાવ્યું કે તેણે ઐશ્વર્યા સાથે પહેલી ફિલ્મ ‘ઢાઈ અક્ષર પ્રેમ કે’ કરી હતી અને તે અભિષેકની બીજી ફિલ્મ હતી.

‘ઐશ્વર્યા રોમેન્ટિક છે’
પત્ની ઐશ્વર્યા રાય વિશે વાત કરતાં અભિષેક કહે છે કે મને લાગે છે કે મારી પત્ની વિશે સૌથી રોમેન્ટિક અને સૌથી સારી બાબત એ છે કે હું તેની સાથે કલાકો સુધી શૂટિંગ કરી શકું છું. અમે તમામ પ્રકારની બુલશીટ વિશે વાત કરી શકીએ છીએ અને કલાકો સુધી ઊંડાણપૂર્વક વાતચીત પણ કરી શકીએ છીએ. અમે ખરેખર આખી રાત ફક્ત વાતોમાં જ વિતાવીએ છીએ. તે ઘણી રોમેન્ટિક છે.

લગ્નના ત્રણ વર્ષ બાદ ઐશ્વર્યા-અભિષેક માતા-પિતા બન્યા હતા
અભિષેકે  જણાવ્યું કે અમે ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. અમારી વચ્ચે કંઈક હતું એટલે જ કદાચ આજે અમે એક છીએ. જણાવી દઈએ કે અભિષેક અને ઐશ્વર્યાએ 20 એપ્રિલ 2007ના રોજ લગ્ન કર્યા હતા. લગ્નના ત્રણ વર્ષ પછી એટલે કે 16 નવેમ્બર 2010ના રોજ બંને એક દીકરીના માતા-પિતા બન્યા હતાં.

संबंधित पोस्ट

બોલિવૂડની આ સુંદર દુલ્હનોએ લગ્નના દિવસે પહેર્યા આટલા મોંઘા પોશાક, જાણો કોનો લહેંગા હતો સૌથી મોંઘો

Karnavati 24 News

રણબીર કપૂરે પોતે જ કહ્યું નંબર 8 સાથેના પ્રેમનું કારણ, માતા નીતુ કપૂર સાથે છે સીધો સંબંધ

Karnavati 24 News

ગુજરાત સરકારના કરુણા અભિયાન હેઠળ સાથીયા ચેરીટેબલ ટ્રસ્ટ તરફથી ઘાયલ પક્ષી નો બચાવવાનો કેમ્પ

Karnavati 24 News

Jhalak Dikhla Jaa 10 Winner: આ સ્પર્ધક ઝલક દિખલા જા 10નો વિજેતા બન્યો! રૂબીના-ફૈઝલને કારમી હાર મળી હતી

Admin

પલક તિવારી ફરી એકવાર ઈબ્રાહિમ સાથે જોવા મળી, ચાહકોએ કહ્યું- યે તો ક્યૂટ કપલ હશે

Sonakshi Sinha New Look: સોનાક્ષીનો નવો લુક ચોંકાવનારો, કેટલાક કહે છે ડરામણી તો કેટલાક કહે છે કે તું જલપરી જેવી લાગે છે

Karnavati 24 News
Translate »