Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
લાઈફ સ્ટાઇલ

બાળકના શરીર પરના અણગમતા વાળ દૂર કરવા ઘરે બનાવો આ પેસ્ટ, મળી જશે તરત રિઝલ્ટ

 

બાળકના શરીર પરના અણગમતા વાળથી દરેક પેરેન્ટ્સ ચિંતિત હોય છે. બાળકના અણગમતા વાળને કાઢવા માટે પેરેન્ટ્સ અનેક ઘણી રીતો પણ અપનાવતા હોય છે. જો કે આ વિશે એક્સપર્ટનું માનવું છે કે, બાળકોના આ વાળ મુલાયમ હોય છે જેને તમે કેટલાક દેશી નુસ્ખાઓ દ્રારા દૂર કરી શકો છો. તો જાણી લો તમે પણ આજે એવા દેશી નુસ્ખા જેનાથી તમારા બાળકના અણગમતા વાળ ઝડપથી દૂર થઇ જાય.

ઘઉંના લોટનો ઉપયોગ કરો

તમારા બાળકના અણગમતા વાળ દૂર કરવા માટે ઘઉંનો લોટ બેસ્ટ છે. આ માટે તમે એક વાટકીમાં 1 નાની ચમચી હળદર પાઉડર, 1 ચમચી બદામનું તેલ અને જરૂરિયાત અનુસાર પાણી લો. ત્યારબાદ આ મિશ્રણમાં થોડો ઘઉંનો લોટ નાંખીને બરાબર મિક્સ કરી લો. હવે આ મિશ્રણને બાળકના શરીર પર જ્યાં વધારે વાળ હોય ત્યાં હળવા હાથે ઘસો અને પછી પાણીથી સાફ કરી લો. આ પ્રોસેસ સતત અઠવાડિયા સુધી કરશો તો અણગમતા વાળ દૂર થવા લાગશે.

દૂધ અને હળદરની પેસ્ટ બનાવીને લગાવો

દૂધ અને હળદરની પેસ્ટ બનાવવા માટે 2 મોટી ચમચી દૂધમાં જરૂર મુજબ હળદર નાખીને થોડી જાડી પેસ્ટ બનાવો. ત્યારબાદ આ પેસ્ટને શરીર પર હળવા હાથે લગાવો અને પછી થોડીવાર સુધી રહેવા દો. ત્યારબાદ કોટન કપડાથી લૂંછી લો. તમે દૂધની જગ્યાએ દહીંનો ઉપયોગ પણ કરી શકો છો. જો તમે આ મિશ્રણ સતત 15 દિવસ સુધી લગાવશો તો તમારા બાળકના શરીરમાં અનેક વાળ નિકળી જશે અને સાથે સ્કિન પણ એકદમ સોફ્ટ થશે. આ પેસ્ટથી તમે તમારા બાળકને નવડાવી પણ શકો છો. જો તમે સાબુની જગ્યાએ આ પેસ્ટનો ઉપયોગ કરો છો તો બાળકની સ્કિન ગોરી પણ થવા લાગશે.

 

संबंधित पोस्ट

આજે જ છોડો આ 3 ખરાબ આદતો, નહીં તો તમને હાર્ટ એટેક આવી શકે છે.

Karnavati 24 News

રાત્રે સૂતી વખતે પીવો આ 2 ડ્રિંક્સ, તમને જિમ ગયા વગર જ મળશે ફ્લેટ ટમી.

Karnavati 24 News

સુપ્રસિદ્ધ યાત્રાધામ બહુચરજીમાં આજરોજ ગુજરાત ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા માં બહુચરને ધજા ચડાવવામાં આવી

Karnavati 24 News

બહાર મળે તેવી સ્વાદિષ્ટ ને સોફ્ટ તલની ગજક ઘરે બનાવવાની રેસીપી

Admin

તમારી આ જ આદતો વાળને કરે છે નુકસાન, મહેરબાની કરીને આ આદતો ભુલી જાવ…

Karnavati 24 News

વધેલી રોટલીમાંથી આ રીતે બનાવો ‘ઉપમા’, હવે ક્યારે પણ ફેંકવાની ભૂલ ના કરતા

Karnavati 24 News