Corseca Ray K’anabisની ડિઝાઇન યુનિબોડી છે જેનો અર્થ છે કે તેનો ઉપયોગ કોઈપણ કરી શકે છે. આ સ્માર્ટવોચ અડધો કલાક સુધી 1.5 મીટર ઉંડા પાણીમાં રહેવા છતાં પણ ખરાબ થતી નથી. સરળ શબ્દોમાં કહીએ તો, આ Corsecaની પ્રથમ રગ્ડ સ્માર્ટવોચ છે.
ઘરેલુ બ્રાન્ડ Just Corsecaએ તેની પ્રીમિયમ સ્માર્ટવોચ Corseca Ray K’anabis ભારતમાં લોન્ચ કરી છે. Corseca Ray K’anabis ખાસ એથ્લેટ્સ માટે બનાવવામાં આવી છે. Corseca Ray K’anabis સ્માર્ટવોચ વોટરપ્રૂફ તેમજ સોલ્ટપ્રૂફ છે.
Corseca Ray K’anabisની ડિઝાઇન યુનિબોડી છે જેનો અર્થ છે કે તેનો ઉપયોગ કોઈપણ કરી શકે છે. આ સ્માર્ટવોચ અડધો કલાક સુધી 1.5 મીટર ઉંડા પાણીમાં રહેવા છતાં પણ ખરાબ થતી નથી. સરળ શબ્દોમાં કહીએ તો, આ Corsecaની પ્રથમ રગ્ડ સ્માર્ટવોચ છે.
Corseca Ray K’anabisના સ્પેસિફિકેશન્સ-
RAY K’ANABIS પાસે મેગ્નેટિક ચાર્જિંગ સિસ્ટમ છે. તેમાં 400mAh લોન્ગ લાસ્ટિંગ બેટરી છે જે 15 દિવસનો બેકઅપ છે અને સ્ટેન્ડબાઈ પર 30 દિવસનું બેકઅપ આપે છે. તેમાં 240×240 પિક્સલના રિઝોલ્યુશન સાથે 1.28-ઈંચની HD IPS ડિસ્પ્લે છે. તેમાં હાઈ-ફાઈ કોલિંગ સિસ્ટમ પણ છે. બ્લડ પ્રેશર મોનિટરની સાથે સાથે આ ઘડિયાળમાં હાર્ટ રેટ ટ્રેકર અને બ્લડ ઓક્સિજન ટ્રેકર પણ છે. આ સ્માર્ટવોચમાં ડ્રીન્કિંગ વોટર રિમાઈન્ડરનું ફીચર પણ મળશે.
Corseca Ray K’anabis બ્લેક અને ગ્રીન કલરમાં ઉપલબ્ધ છે. વોચમાં કોલિંગ માટે માઈક અને સ્પીકર આપવામાં આવ્યા છે. આ સ્માર્ટવોચ સાથે, તમે ફોનના કેમેરા અને મ્યુઝિક સિસ્ટમને કંટ્રોલ કરી શકો છો. આ સ્માર્ટવોચની કિંમત 8,999 રૂપિયા રાખવામાં આવી છે. સ્માર્ટવોચમાં 1 વર્ષની વોરન્ટી પણ મળશે.