જૂનાગઢ શહેરના ગાંધી ચોક નજીક મટન માર્કેટ આવેલી છે જેના લીધે શહેરીજનોને ખૂબ જ અવરોધ ઊભો થાય છે અને લોકોને પણ મુશ્કેલી થાય છે આ અંગે અગાઉ અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી છતાં મહાનગરપાલિકા દ્વારા કોઇ કાર્યવાહી થઇ નથી આ મામલે ભાજપના પૂર્વ નગરસેવક વહાબભાઈ કુરેશીએ જુનાગઢ મહાનગરપાલિકાના કમિશનરને રજૂઆત કરી હાલ જે મટન માર્કેટ છે તે સુખનાથ ચોક નજીક આવેલા મહાનગરપાલિકાના ડેલા માં ફેરવવા માંગ કરી છે આ જગ્યા મોટી છે અને સ્લોટર હાઉસ પણ ત્યાં થઈ શકે એમ છે આથી મહાનગરપાલિકાને બે અલગ અલગ જગ્યા ન આપવી પડે આ મામલે વિસ્તારનાં વેપારીઓ મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને લોકો પણ સહમત હોવાનું જણાવ્યું હતું કે આ મામલે વિચારણા કરી તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે જો સ્લોટર હાઉસ અને મટન માર્કેટ ફેરવવામાં આવે તો જૂનાગઢમાં મુખ્ય ચોક એવા ગાંધી ચોક ના વેપારી અને રાહદારીઓ માટે પણ અનુકૂળતા આવે તેવી વ્યવસ્થા થઈ શકે તેમ છે ત્યારે હવે મહાનગરપાલિકા શું નિર્ણય લે છે તેના પર લોકો મીટ માંડીને બેઠા છે