Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
પ્રદેશબિઝનેસ

કેમ બની શકે છે હવાઇ મુસાફરો માટે ખતરો? ફ્લાઇટ પર આ કારણે લાગી રોક

ઘણા સમયથી યૂઝર્સ 5G ઇન્ટરનેટની રાહ જોઇ રહ્યા છે અને અમેરિકામાં હવે તેની શરૂઆત થઇ રહી છે. 5G કનેક્ટિવિટીથી યૂઝર્સને સુપરફાસ્ટ ઇન્ટરનેટની મજા તો મળશે પરંતુ તેની સાથે જોડાયેલા એક ખતરાએ મુસાફર અને વિશ્વભરની એરલાઇન કંપનીઓની ચિંતા વધારી દીધી છે. અમેરિકન એરપોર્ટ્સ પાસે શરૂ થઇ રહેલા 5G નેટવર્ક સાથે જોડાયેલા ખતરાને જોતા Emirates, ANA અને Japan Airlines સહિત કેટલીક કંપનીઓ પહેલા જ અમેરિકા માટે પોતાની કેટલીક ફ્લાઇટ રદ કરી ચુકી છે. યૂએસએમાં એવિએશન ઇન્ડસ્ટ્રી તેનો વિરોધ કરી રહી છે. જેને કારણે વેરિઝોન અને એટીએન્ડટીએ એરપોર્ટની આસપાસ 5G સેવાઓની લૉન્ચિંગને ટાળી નાખી છે. આવો જાણીએ 5G નેટવર્ક એરક્રાફ્ટ્સ માટે કેમ ખતરો સાબિત થઇ શકે છે.

બોઇંગે 5Gને ગણાવ્યો એરક્રાફ્ટ્સ માટે ખતરો

એરક્રાફ્ટ બનાવનારી કંપની Boeingએ તપાસમાં શોધ્યુ કે 5G નેટવર્ક બોઇંગ 777 એરક્રાફ્ટના ફ્લાઇટ ટેલિમેટ્રીમાં તકલીફ ઉભી કરી શકે છે. ફ્લાઇટ ટેલિમેટ્રીમાં ગડબડને કારણે વિમાનની ઓટોમેટિક સિસ્ટમ ઉંચાઇનો યોગ્ય અંદાજ નથી લગાવી શકતી. ઉંચાઇની યોગ્ય જાણકારી ના હોવાને કારણે કોઇ પણ પાયલોટ માટે વિમાનને લેન્ડ કરાવવુ જોખમભર્યુ હોઇ શકે છે. આ કારણે એર ઇન્ડિયા સહિત વિશ્વભરની કેટલીક એરલાઇન્સે અમેરિકા માટે ઉડાન ભરનારા બોઇંગ 777 એર ક્રાફ્ટને ગ્રાઉન્ડેડ રાખવાનો નિર્ણય કર્યો છે. એરલાઇન કંપનીઓએ તે રૂટ્સ પર ઉડાન ભરનારા બોઇંગ 777 એરક્રાફ્ટ્સને જ ગ્રાઉન્ડ પર રાખ્યા છે જે રૂટ્સ પર અમેરિકામાં 5G નેટવર્ક શરૂ કરવામાં આવી રહ્યો છે.

રેડિયો વેવ રેડાર ઓલ્ટિમીટરમાં આવી શકે છે મુશ્કેલી

અમેરિકાએ 5G માટે મિડ-રેંજ બૈંડવિડ્થ (3.7-3.9 GHz)ની ફ્રીકવન્સીની હરાજી કરી હતી, વિમાનના અલ્ટીમીટર રેડિયો સિગ્નલ પણ લગભગ આ રેન્જ ધરાવતી ફ્રીકવન્સી (4.2-4.4 GHz)નો ઉપયોગ કરે છે. જેનાથી અલ્ટીમીટર સ્વસ્થ કામ નથી કરી શકતુ. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA)એ પણ કહ્યુ કે C-બેન્ડ 5G કેટલાક એરક્રાફ્ટ્સમાં લાગેલા રેડિયો વેવ રેડાર ઓલ્ટિમીટરમાં ગડબડ ઉભી કરી શકે છે અને તેનાથી એરક્રાફ્ટ અને મુસાફરોની સેફ્ટીને લઇને ચિંતા વધી જાય છે. FAAએ કહ્યુ કે કોઇ પણ એરક્રાફ્ટના સાચા ઓપરેશન માટે રેડાર ઓલ્ટિમીટરનો યોગ્ય રીતે કામ કરવુ ઘણુ જરૂરી છે.

હવાઇ યાત્રાને કેવી રીતે સુરક્ષિત રખાશે?

મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખતા વિમાનોને તે વિસ્તારમાં રેડિયો ઓલ્ટિમીટર ઉપયોગ કરવાની પરવાનગી નહી હોય જ્યા 5Gને કારણે રેડિયો વેવ્સમાં વધુ તકલીફ પડી રહી હોય. જોકે, તેનાથી કેટલાક વિમાનોને ઓછી વિજિબિલિટીમાં લેન્ડિંગની સમસ્યા જરૂર આવી શકે છે. અમેરિકન એરલાઇન કંપનીઓનું કહેવુ છે કે આ પરેશાનીને કારણે ખરાબ હવામાનમાં એક હજારથી વધારે ઉડાન કેન્સલ અથવા ડીલે કરવી પડી શકે છે. સાથે જ કંપનીઓએ એમ પણ કહ્યુ કે 5Gને કારણે આવનારી આ તકલીફથી ઘણા એરક્રાફ્ટ કોઇ કામના નહી રહે.

અમેરિકન એજન્સીઓ આ કેસને હલ કરવામાં લાગી

ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA)એ 5Gને જોતા વિમાનોના સુરક્ષિત સંચાલન માટે કેટલાક જરૂરી પગલા ભર્યા છે, તેની માટે FAAએ 50 એરપોર્ટ્સ પાસે બફર ઝોન બનાવ્યા છે. આ બફર ઝોનમાં 5G નેટવર્કની સર્વિસને સીમિત રાખવામાં આવશે. આ સિવાય હવે એવા ઓલ્ટિમીટર્સ પણ શોધવામાં આવી રહ્યા છે જે 5G વચ્ચે વગર કોઇ પરેશાનીનું કામ કરી શકે. સાથે જ FAAએ તે એરપોર્ટ્સની પણ ઓળખ કરી છે, જ્યા વિમાનોના સુરક્ષિત લેન્ડ કરાવવા માટે રેડિયો ઓલ્ટિમીટર્સની જગ્યાએ જીપીએસનો ઉપયોગ કરવામાં આવી શકે છે. જોકે, FAAના આ ઉપાયોથી એરલાઇન કંપનીઓ પુરી રીતે સહમત નથી અને તેમની માંગ છે કે પ્રભાવિત એરપોર્ટ્સના બે મીલના દાયરામાં 5G નેટવર્ક પર રોક લગાવવામાં આવે.

આ એરક્રાફ્ટસને નથી કોઇ ખતરો

5G C- બેન્ડથી તમામ એરક્રાફ્ટ્સનો ખતરો નથી. રિપોર્ટ્સ અનુસાર 5G નેટવર્કને કારણે એરબસ A350,Airbus A380 સિવાય કેટલાક અન્ય એરક્રાફ્ટ્સ એવા પણ છે જે અમેરિકન એરપોર્ટ્સ પાસે 5G નેટવર્ક ચાલુ થવા પર પણ આરામથી લેન્ડ અને ટેક-ઓફ કરી શકે છે.

અમેરિકામાં ફરી શરૂ થઇ એરઇન્ડિયાની ફ્લાઇટ

એર ઇન્ડિયાએ 5G શરૂ થવાને કારણે બુધવારથી અમેરિકા જતી પોતાની 14 ફ્લાઇટને રદ કરી નાખી હતી. જોકે, ANIના રિપોર્ટ અનુસાર એર ઇન્ડિયાએ અમેરિકન એજન્સીઓની લીલી ઝંડી મળ્યા બાદ અમેરિકા માટે બોઇંગ 777ની સેવાઓને ફરીથી શરૂ કરી દીધી છે. રિપોર્ટ અનુસાર આજ સવારે એર ઇન્ડિયાનું એક B777 વિમાન JFK એરપોર્ટ માટે ઉડાન પણ ભરી ચુક્યુ છે.

5G નેટવર્કની માણસો પર અસર

5G નેટવર્કની માણસો પર શું અસર થાય છે, તેને લઇને છેલ્લા કેટલાક વર્ષમાં ઘણુ રિસર્ચ થયુ છે. વર્ષ 2017માં WHOએ પોતાના એક રિસર્ચના આધાર પર કહ્યુ હતુ કે 1.8થી 2.2 GHzની ફ્રીકવન્સીથી માણસોમાં ટિશૂ હીટિંગની સમસ્યા આવી શકે છે. આ સિવાય 5G નેટવર્કના સંપર્કમાં રહેવાથી કેન્સર જેવી ગંભીર બીમારી થવાનો ખતરો પણ વધી શકે છે. જોકે, 5Gથી થતા નુકસાન વિશે હજુ સુધી કોઇ સાઇન્ટીફિક સ્ટડી સામે આવી નથી.

संबंधित पोस्ट

 અમરેલી જિલ્લા પોલીસના વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન અમરેલી જિલ્લા જેલની મુલાકાત લેતાં ભાવનગર રેન્જ વડા આઇ.જી.પી. અશોક કુમાર (IPS)

Karnavati 24 News

Income Tax : 28 ફેબ્રુઆરી સુધી નિપટાવીલો આ કામ નહીંતર પડશો મુશ્કેલીમાં, જાણો વિગતવાર

Karnavati 24 News

વલસાડ ગ્રામ પંચાયતનું 71.04 ટકા મતદાન

Karnavati 24 News

ફાયદાની વાત/ ફક્ત 7 રૂપિયાની રોકાણ કરીને આપ મેળવી શકશો 60,000નું પેન્શન, આજે જ કરો રોકાણ

Karnavati 24 News

 ઓમિક્રૉનના કેસ વધતા 12 રાજ્યમાં ક્રિસમસ અને ન્યૂ યર પાર્ટી પર રોક

Karnavati 24 News

Share Market : શેરબજારમાં ઘટાડાનો સિલસિલો યથાવત, Sensex 60 હજાર નીચે સરક્યો

Karnavati 24 News