Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

દક્ષિણ ગુજરાતમાં આગ ઝરતી ગરમી વચ્ચે લાઈટ ગુલ; તાપી, ભરૂચ, નર્મદા, નવસારીમાં, રાજપીપળામાં વીજળી ગુલ; લોકોની વીજ પૂરવઠાની ઓફિસે ભીડ



ઉકાઈ થર્મલ પ્લાન્ટમાં 4 યુનિટ ટ્રીપ થતાં વીજળી ગુલ થયાની સમસ્યા સર્જાઈ

(જી.એન.એસ) તા. 12

નવસારી/તાપી,

ઉનાળાની આકરી ગરમી વચ્ચે અચાનક લાઈટ ગૂલ થઈ જતાં લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા. સુરત, વાપી, વલસાડ, અંકલેશ્વર, રાજપીપળા સહિતના વિસ્તારોમાં આવેલા કારખાના અને ફેક્ટરીઓમાં કામ અટકી પડ્યા હતા.

DGVCL દ્વારા આ બાબતે કહેવામાં આવ્યું હતું કે, ગ્રીડ ફેલ થઈ જતાં વીજળીનો પ્રવાહ બંધ થઈ ગયો હતો. બીજી તરફ લાઈટ જતી રહેવાથી સરકારી કચેરીઓમાં લોકો અંધારામાં કામ કરવા મજબૂર બન્યા છે.  

સુરત, નવસારી સહિત દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વીજળી ડૂલ થઈ હોવાનું સામે આવ્યું છે. જેમાં ઉકાઈ TPSના ચાર યુનિટ ટ્રીપ થતાં 500 મેગાવોટ વીજ ઉત્પાદન ઘટ્યું હોવાનું સામે આવ્યું છે. જેને લઈને દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાના 45 તાલુકાના 3,461 ગામડા પ્રભાવિત થયા હતા. જેમાં 32 લાખથી વધુ ગ્રાહકોને હાલાકી ભોગવવી પડી હતી. જેમાં સુરત, વાપી, વલસાડ, અંકલેશ્વર, રાજપીપળા સહિતના વિસ્તારોમાં આવેલા કારખાના અને ફેક્ટરીઓમાં કામ અટકી પડ્યા છે. સમગ્ર ઘટનાને લઈને લોકો ટોરેન્ટ પાવરની ઓફીસે પહોંચીને હોબાળો મચાવ્યો હતો. જો કે, વીજ પુરવઠો શરૂ કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી છે, ત્યારે આ મામલે DGVCLએ ખાતરી આપી હતી કે, સાંજે છ વાગ્યા સુધીમાં વીજળી આવી જશે. 

હાલ રાજ્યમાં હીટવેવની સ્થિતિ છે, હવામાન વિભાગ દ્વારા એલર્ટ પણ આપવામાં આવ્યું છે, ત્યારે સુરત, તાપી, દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ જતાં વીજળી ડૂલ થઈ છે. સુરત તાપી, ભરૂચ, રાજપીપળા સહિતના વિસ્તારોમાં વીજ ફોલ્ટના કારણે લાઈટ ડૂલ થતાં લોકોએ ટોરેન્ટ પાવર ખાતે હોબાળો કર્યો હતો.

આ બાબતે ગેટકો અને એલએમયુ તરફથી મળેલા અહેવાલો મુજબ, ઉકાઈ TPSના ચાર યુનિટ ટ્રીપ થતાં 500 મેગાવોટ વીજ ઉત્પાદન ઘટ્યું હોવાનું સામે આવ્યું છે. 400 કેવી આસોજ લાઇન ટ્રીપ થવાને કારણે ગ્રીડમાં મોટી ખલેલ પહોંચી હતી. સમગ્ર મામલે સ્ટેટ લોડ ડિસ્પેચ સેન્ટર (SLDC) તેને ઉકેલવા માટે પગલાં લઈ રહ્યું છે.

તેમજ સૂત્રો દ્વારા મળતી માહિતી મુઅનુસાર, સૌ પ્રથમ વડોદરના આસોજ-કોસંબા લાઈન ટ્રીપ થઈ હતી. તેથી ઓછા વોલ્ટેજનો પ્રશ્ન ઉભો થયો છે. DGVCLની માગ 5200 મેગાવોટથી ઘટીને 700 મેગાવોટ થઈ ગઈ છે. હાલમાં DGVCLનો ભાર 700થી વધીને 1040 મેગાવોટ થયો છે, જે હજુ પણ સ્થિર નથી. જ્યારે વીજળી ડૂબ થવાને લઈને દક્ષિણ ગુજરાતના 7 જિલ્લાના 45 તાલુકાના 3,461 ગામડા પ્રભાવિત થયા હતા. જેમાં 32 લાખથી વધુ ગ્રાહકોને હાલાકી ભોગવવી પડી હતી. 500 મેગા વોટ વીજ ઉત્પાદન બંધ થતા સ્થિતિ કફોડી પડી હતી.

संबंधित पोस्ट

સાવરકુંડલામાં ટ્રક ખાલી કરવા બાબતે બે જૂથ બાખડયા, ૪ ઘાયલ થયા

Gujarat Desk

યોગમય ગુજરાત અંતર્ગત જૂનાગઢમાં બે દિવસ યોગ શિબિર

Karnavati 24 News

ભિલાડમાં 2004માં ધાડ અને આર્મ્સ એકટ ગુનામાં ફરાર આરોપીને પોલીસે કાશી ચોરસી મઠ આશ્રમમાંથી સાધુના વેશમાં ઝડપી પાડ્યો

Gujarat Desk

થર્ટી ફર્સ્ટ ઉજવી કારમાં જતાં યુગલનું પોલીસની ઓળખ આપી અપહરણ કરી, યુવતિની છેડતી કરાયાની ચોંકાવનારી ઘટના સામે આવી

Gujarat Desk

ફુલ પગારી શિક્ષકોબનું એરિયર્સ ચુકવી સીપીએફ એકાઉન્ટ ખોલાવવા માંગ કરી

Admin

૧૦ હજારથી વધુ વસ્તી ધરાવતા ગામો સાથે અન્ય ગામોને સાંકળી ક્લસ્ટર બનાવીને માળખાકીય સુવિધા વિકસાવાશે : પંચાયત રાજ્ય મંત્રી શ્રી બચુભાઇ ખાબડ

Gujarat Desk
Translate »