ન્યૂયોર્કમાં ફાઇવ સ્ટાર મેન્ડરિન ઓરિએન્ટલ હોટલ(Mandarin Oriental Hotel) ખરીદ્યા બાદ મુકેશ અંબાણી(Mukesh Ambani) હવે નાદાર ટેક્સટાઇલ કંપની ખરીદવા માટે પ્રયાસ કરી રહ્યા છે.
ન્યૂયોર્કમાં ફાઇવ સ્ટાર મેન્ડરિન ઓરિએન્ટલ હોટલ(Mandarin Oriental Hotel) ખરીદ્યા બાદ મુકેશ અંબાણી(Mukesh Ambani) હવે નાદાર ટેક્સટાઇલ કંપની ખરીદવા માટે પ્રયાસ કરી રહ્યા છે. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ(RIL) અને વેલસ્પન(Welspun) ગ્રુપ નાદાર સિન્ટેક્સ(Sintex) ખરીદવાની રેસમાં સૌથી આગળ છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એસેટ કેર એન્ડ રિકન્સ્ટ્રક્શન એન્ટરપ્રાઇઝિસ (ACRE) સાથે ભાગીદારીમાં બિઝનેસ ખરીદવાની યોજના ધરાવે છે. બંનેએ રિઝોલ્યુશન પ્લાન હેઠળ સંયુક્ત રીતે રૂ 2863 કરોડની ઓફર કરી છે. ધિરાણકર્તાઓ પાસે પણ 10 ટકા હિસ્સો છે.
એક અખબારી અહેવાલ મુજબ ધિરાણકર્તાઓએ રિઝોલ્યુશન પ્લાન હેઠળ ટેક્સટાઈલ કંપની સિન્ટેક્સ માટે 4 બિડ મેળવી છે. તેમાં RELIANCE-ACRE ગ્રૂપ અને વેલસ્પન ગ્રૂપની Easygo Textileની સૌથી વધુ બોલી છે. બંને પક્ષો દ્વારા કરવામાં આવેલી બિડમાં બહુ ઓછો તફાવત છે. જો કે સ્થિતિ બંનેની બોલીઓ સાથે પણ સંકળાયેલી છે. આ કિસ્સામાં બેંક માટે કઈ યોજના વધુ યોગ્ય છે તેની રાહ જોવી પડશે.
રૂપિયા 7534 કરોડના દાવાની મંજુરી
રિપોર્ટ અનુસાર રિઝોલ્યુશન પ્રોફેશનલ પિનાકિન શાહે ફરી એકવાર બંને બિડર્સને બિનશરતી બિડ સબમિટ કરવા કહ્યું છે. રિઝોલ્યુશન પ્લાન હેઠળ 27 નાણાકીય લેણદારોના 7534 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે. રિલાયન્સ પાસે રૂ. 2863 કરોડનો રિઝોલ્યુશન પ્લાન છે. તેમાંથી 2280 કરોડ રૂપિયા નાણાકીય લેણદારોને આપવામાં આવશે. 500 કરોડનું મૂડી રોકાણ થશે અને રૂ 83 કરોડ કર્મચારીઓ અને ટ્રેડ લેણદારોને આપવામાં આવશે. સંપાદન પૂર્ણ થયા બાદ રિલાયન્સ પાસે 79 ટકા હિસ્સો હશે. ACRE પાસે 11 ટકા અને ધિરાણકર્તાઓ પાસે 10 ટકા હિસ્સો હશે. આ મામલે વેલસ્પનના રિઝોલ્યુશન પ્લાન વિશે કોઈ માહિતી નથી.
કંપની પ્રીમિયમ કાપડનું ઉત્પાદન કરે છે
ઇન્વેસ્કો એસેટ મેનેજમેન્ટ દ્વારા સિન્ટેક્સ એનર્જીને નાદારીની કાર્યવાહીમાં ખેંચવામાં આવી હતી. હકીકતમાં, કંપનીએ નાદારીની કાર્યવાહી હેઠળ મૂળ રકમ અને વ્યાજની ચુકવણી કરવાની હતી.રિઝોલ્યુશન પ્લાન વેલસ્પન ગ્રુપ દ્વારા જાન્યુઆરીમાં 1950 કરોડની રજૂઆત કરવામાં આવી હતી.સિન્ટેક્સ ઇન્ડસ્ટ્રીઝના પ્રમોટર અમિત પટેલ નામના બિઝનેસમેન છે. કંપની પ્રીમિયમ ગ્લોબલ બ્રાન્ડ્સ માટે ફેબ્રિક્સ પ્રદાન કરે છે. વૈશ્વિક બ્રાન્ડ્સમાં અરમાની, હ્યુગો બોસ, ડીઝલ, બરબેરી જેવા ગ્રાહકોનો સમાવેશ થાય છે.