Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

જામનગર જિલ્લામાં એક વર્ષમાં LPG ફ્રી સિલિન્ડર સહાય યોજનાનો ૧.૬૦ લાખ થી વધુ નાગરિકોએ લાભ મેળવ્યો: અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી શ્રી ભિખુસિંહજી પરમાર



(જી.એન.એસ) તા. 21

ગાંધીનગર/જામનગર,

જામનગર જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં LPG ફ્રી સિલિન્ડર સહાય યોજના હેઠળ કેટલા લાભાર્થીઓને લાભ મેળવ્યો તે અંગે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નના ઉત્તરમાં અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી શ્રી ભિખુસિંહજી પરમારે જણાવ્યું હતું કે, તા.૩૧/૧૨/૨૦૨૪ ની સ્થિતિએ ૧,૬૦,૭૬૫ નાગરિકોને આ યોજનાનો લાભ અપાયો છે. જેમાં પ્રથમ ક્વાર્ટર(એપ્રિલ ૨૪ થી જૂન ૨૪)માં ૭૯,૪૨૯ તથા બીજા ક્વાર્ટર (ઓકટો.૨૪ થી ડિસે.૨૪) માં ૮૧,૩૩૬ લાભાર્થીઓને લાભ અપાયો છે.

રસોઈમાં લાકડા અને છાણ જેવા ઇંધણનો વપરાશ કરવાથી ધુમાડાના કારણે મહિલાઓના સ્વાસ્થ્યને થતા નુકશાનને અટકાવવા માટે LPG ફ્રી સિલિન્ડર સહાય યોજના અમલી બનાવવામા આવી છે. LPG ફ્રી સિલિન્ડર સહાય યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૪માં જામનગર જિલ્લામાં કુલ ૯૬,૬૦૧ લાભાર્થીઓ નોંધાયેલા છે. ચાલુ નાણાકીય વર્ષમાં આ યોજના હેઠળ ૭.૮૧ કરોડની સબસીડી ચૂકવવામાં આવી છે તેમ મંત્રીશ્રી પેટા પ્રશ્નનો ઉત્તર આપતાં જણાવ્યું હતું.

संबंधित पोस्ट

મોરબી એસપી કાર્યાલય ખાતે પીએમ મોદીએ બેઠક કરી, આપ્યા આ સૂચનો

Admin

ગાંધીનગર એલસીબી દ્વારા વાસણીયા મહાદેવ સીમમાં 26 શખ્સોને જુગાર રમત ઝડપી પાડયા

Gujarat Desk

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેનીત્રીજી વનડે મેચ 12 ફેબ્રુઆરીના રોજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે

Gujarat Desk

દિલીપ સંઘાણીએ મુખ્યમંત્રીને પત્ર લખી અમરેલી લેટરકાંડના ફરિયાદીનો નાર્કોટેસ્ટ કરાવવાની માગ કરી

Gujarat Desk

પ્રાંતિજના આમોદરા ખાતે મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં સાંસદ સમૂહ લગ્નોત્સવ 2025 યોજાયો

Gujarat Desk

ભચાઉના શિવલખામાં અસામાજિક તત્વોના ગેરકાયદેસર બાંધકામો દૂર કરાયા

Gujarat Desk
Translate »