વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પંજાબના ફિરોઝપુર રેલીને રદ કરવામાં આવી છે. ગૃહમંત્રાલયે એક નિવેદન જાહેર કરીને જણાવ્યુ કે પીએમની સુરક્ષામાં ચૂકને કારણે ફિરોઝપુર રેલીને રદ કરવામાં આવી છે. નવા કૃષિ કાયદાના રદ થયા બાદ પીએમ મોદી પ્રથમ વખત પંજાબના પ્રવાસે જવાના હતા અને ફિરોઝપુર માટે રવાના પણ થઇ ગયા હતા પરંતુ સુરક્ષાના કારણોસર તેમની રેલીને રદ કરવી પડી છે.
ખરાબ હવામાનને કારણે રોડ માર્ગે જવાનો કર્યો હતો નિર્ણય
કેન્દ્રીય ગૃહમંત્રાલયે નિવેદન જાહેર કરીને જણાવ્યુ કે આજે સવારે પીએમ મોદી ભઠિંડા પહોચ્યા હતા જ્યાથી તેમણે હેલિકોપ્ટરથી હુસૈનીવાલા સ્થિત રાષ્ટ્રીય શહીદ સ્મારક જવાનુ હતુ. વરસાદ અને ખરાબ વિઝિબિલિટીને કારણે પીએમ મોદીએ 20 મિનિટ સુધી હવામાન સાફ થવાની રાહ જોઇ હતી. જ્યારે હવામાનમાં કોઇ સુધારો ના થયો તો એમ નક્કી કરવામાં આવ્યુ કે તે રોડ માર્ગે રાષ્ટ્રીય મેરીટર્સ મેમોરિયલનો પ્રવાસ કરશે જેમાં 2 કલાકથી વધુ સમય લાગશે.
15-20 મિનિટ ફ્લાઇ ઓવર પર પીએમ મોદી ફસાયેલા રહ્યા
ડીજીપી પંજાબ પોલીસ દ્વારા જરૂરી સુરક્ષાની પૃષ્ટી બાદ તે રોડ માર્ગે મુસાફરી કરવા આગળ વધ્યા હતા. હુસૈનીવાલામાં રાષ્ટ્રીય શહીદ સ્મારકથી લગભગ 30 કિલોમીટર દૂર જ્યારે પીએમનો કાફલો એક ફ્લાઇઓવર પર પહોચ્યો તો કેટલાક પ્રદર્શનકારીઓએ રસ્તો રોકી રાખ્યો હતો. તે બાદ પીએમ મોદી 15-20 મિનિટ ફ્લાઇ ઓવર પર ફસાયેલા રહ્યા હતા. આ પીએમની સુરક્ષામાં એક મોટી ચૂક હતી.
કેન્દ્રીય ગૃહમંત્રાલયે માંગ્યો વિસ્તૃત રિપોર્ટ
ગૃહમંત્રાલયે જણાવ્યુ, વડાપ્રધાનના કાર્યક્રમ અને યાત્રાની યોજના વિશે પંજાબ સરકારને પહેલા જ જણાવી દેવામાં આવ્યુ હતુ. પ્રક્રિયા અનુસાર તેમણે સુરક્ષાની સાથે સાથે આકસ્મિક યોજના તૈયાર રાખવા માટે જરૂરી વ્યવસ્થા કરવી પડશે. સાથે જ આકસ્મિક યોજનાને ધ્યાનમાં રાખીને પંજાબ સરકારે રસ્તા પર કોઇ પણ આંદોલનને સુરક્ષિત કરવા માટે વધારાની સુરક્ષા તૈનાત કરવી પડશે, જ સ્પષ્ટ રીતે તૈનાત નહતા. આ સુરક્ષા ચૂક બાદ ભઠિંડા એરપોર્ટ પર પરત જવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ગૃહમંત્રાલયે પંજાબ સરકાર પાસે વિસ્તૃત રિપોર્ટ માંગ્યો છે.
ખેડૂતોનો ગુસ્સો શાંત કરવામાં લાગી ભાજપ
ભાજપને પંજાબમાં કૃષિ સુધારા કાયદા વિરૂદ્ધ ખેડૂત આંદોલનને કારણે ઘણો વિરોધ ઝેલવો પડ્યો છે. જોકે, હવે કાયદો પરત થઇ ચુક્યો છે પરંતુ આંદોલનમાં 700 મોતને કારણે ખેડૂતો ગુસ્સે છે.