Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

વડાપ્રધાનશ્રીના હસ્તે અંત્યોદય પરિવારોની સ્વસહાય જૂથોની મહિલાઓને નાણાકીય સહાય માટે ‘જી-સફલ’ તેમજ ગ્રામીણ આજીવિકા માટે કાર્યરત સ્ટાર્ટઅપ્સને નાણાકીય સહાય માટે ‘જી-મૈત્રી’ યોજનાનું લોન્ચિંગ



‘વીમેન લેડ ડેવલપમેન્ટ’ એટલે કે મહિલાઓના નેતૃત્વમાં વિકાસની ભાવનાને સાકાર કરનારી યોજના

(જી.એન.એસ) તા. 8

નવસારી,

૦૮મી માર્ચ-૨૦૨૫ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વાંસી-બોરસી ખાતે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીની ઉપસ્થિતીમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ભવ્ય ઉજવણી થઇ હતી.  આ ઉજવણી અંતર્ગત વડાપ્રધાનશ્રીના વરદ હસ્તે લખપતિ દીદીઓને આર્થિક પ્રોત્સાહન આપે તેમજ મહિલાઓને આર્થિક રીતે સક્ષમ બનાવતી બે મહત્વપૂર્ણ યોજનાઓ લોન્ચ કરવામાં આવી છે. આ યોજના ‘વિમેન લેડ ડેવલપમેન્ટ’ એટલે કે મહિલાઓના નેતૃત્વમાં વિકાસની ભાવનાને સાકાર કરનારી છે. આ યોજના વિશે થોડું જાણીએ.

જી-સફલ (G-SAFAL – ગુજરાત સ્કીમ ફોર અંત્યોદય ફેમિલીઝ ફોર ઓગ્મેન્ટીંગ લાઇવલીહૂડ)

અંત્યોદય પરિવારની બહેનોની આજીવિકામાં વધારો કરીને તેમને આર્થિક રીતે સક્ષમ બનાવવા તેમજ મહિલા સશક્તિકરણના ઉદ્દેશથી આગામી 8 માર્ચના રોજ જી-સફલ (ગુજરાત સ્કીમ ફોર અંત્યોદય ફેમેલીઝ ફોર ઓંગ્મેન્ટિંગ લાઈવલીહુડ્સ) યોજના લોન્ચ કરવામાં આવશે. આ યોજના થકી આગામી પાંચ વર્ષમાં રાજ્યના 2 મહત્વાકાંક્ષી  જિલ્લા તથા 13 મહત્વાકાંક્ષી તાલુકાના 50 હજાર અંત્યોદય અન્ન યોજના (AAY) કાર્ડધારક પરિવારોને લાભ આપવામાં આવશે. આ યોજના અંત્યોદય પરિવારની સ્વસહાય જૂથોની (SHG) મહિલાઓને નાણાંકીય સહાય અને ઉદ્યોગસાહસિક તાલીમ આપવા માટે છે.

યોજનાની વિશેષતાઓ:-

•       દરેક SHG મહિલાને ₹1 લાખ સહાય અને વ્યાવસાયિક તાલીમ આપવામાં આવશે

•       5 વર્ષમાં 50,000 મહિલાઓ માટે ₹500 કરોડની સહાય

•       50 થી 60 મહિલાઓ દીઠ 1 ફિલ્ડ કોચ

•       સાપ્તાહિક કોચિંગ અને ક્ષમતાનિર્માણ

જી-મૈત્રી યોજના (G-MAITRI- ગુજરાત મેન્ટરશિપ અને એક્સીલરેશન ઓફ ઇન્ડિવિજ્યુઅલ ફોર ટ્રાન્સફોર્મિંગ રૂરલ ઇન્કમ)

ગ્રામીણ સ્ટાર્ટઅપ્સને આગળ વધારવા તેમજ ગ્રામીણ વિસ્તારોમાં અસરકારક ઉકેલો માટે સામાજિક સાહસિકતાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી જી-મૈત્રી યોજના (G-MAITRI- ગુજરાત મેન્ટરશિપ અને એક્સીલરેશન ઓફ ઇન્ડિવિજ્યુઅલ ફોર ટ્રાન્સફોર્મિંગ રૂરલ ઇન્કમ) લોન્ચ કરવામાં આવશે. ગુજરાત સોશિયલ એન્ટરપ્રાઇઝ ફંડ (G-SEF) દ્વારા આગામી પાંચ વર્ષમાં ગ્રામીણ આજીવિકા-કેન્દ્રિત સ્ટાર્ટઅપને સમર્થન આપવા માટે ₹50 કરોડ ફાળવ્યા છે. આ યોજનાથી ગુજરાતમાં 10 લાખ ગ્રામીણ મહિલાઓ અને યુવાનોને આજીવિકાલક્ષી પ્રવૃતિઓ માટે સક્ષમ બનાવવામાં આવશે.

યોજનાની વિશેષતાઓ:-

•       સામાજિક ઉદ્યમોને નવા સ્ટાર્ટઅપ અને વૃદ્ધિશીલ સ્ટાર્ટઅપ કેટેગરીમાં પ્રોત્સાહન સહાય આપવામાં આવશે

•       જી-મૈત્રી હેઠળ ગુજરાતમાં ગ્રામીણ મહિલાઓ અને યુવાનો માટે આજીવિકાને સક્ષમ કરતા નફાકારક અને બિનનફાકારક સામાજિક ઉદ્યમો ભાગ લઇ શકે છે

•       સીડ અને સ્કેલ સ્ટાર્ટઅપ પ્રોગ્રામ્સ દ્વારા 5 વર્ષમાં 150થી વધુ સ્ટાર્ટઅપને સપોર્ટ કરવામાં આવશે

•       એન્ટરપ્રાઇઝના વિકાસ માટે ₹20 લાખ થી  ₹30 લાખની ગ્રાન્ટ આપવામાં આવશે

•       સીડ સ્ટાર્ટઅપ માટે ₹20 લાખ અને સ્કેલ સ્ટાર્ટ અપ માટે ₹30 લાખ સુધીની સહાય

•       ઉદ્યોગસાહસિકતા અને આત્મનિર્ભર માધ્યમો દ્વારા ગ્રામીણ વિકાસને પ્રોત્સાહન મળશે

•       વર્કશોપ અને તાલીમ દ્વારા વ્યાપક ઇકોસિસ્ટમની ક્ષમતાઓનો વિકાસ કરવામાં આવશે

संबंधित पोस्ट

નવસારીમાં હડકાયા કૂતરાઓનો આતંક : 4 દિવસમાં 70થી વધુ લોકોને બચકા ભર્યા

Gujarat Desk

ગુજરાતમાં પર્વતો પર આવેલા યાત્રાધામો સુધી પહોંચવા ગત વર્ષે ૪૭ લાખથી વધુ યાત્રાળુઓએ માણ્યો ઉડનખટોલાનો આંનદ

Gujarat Desk

જૂનાગઢમાં ગોડાઉન પર દરોડો પાડી પોલીસે 10.11 લાખનો દારૂ કબજે કર્યો

Gujarat Desk

ભાવનગર શહેર કોંગ્રેસ દ્વારા સ્ટેન્ડિંગ કમિટીના બે સભ્યો ભ્રષ્ટાચાર મુદ્દે રાજીનામાં આપ્યા તેને કોર્પોરેટર પદેથી પણ હટાવવામાં આવે તેવી માંગ .

Karnavati 24 News

જર્મની ના રાજદૂતે અલંગ સોસીયા શિપ બ્રેકિંગ યાર્ડ ની મુલાકાત લીધી

Karnavati 24 News

અમદાવાદના ટાગોર હોલ ખાતે માર્ગ સલામતી કાર્યક્રમનું કરાયું આયોજન

Gujarat Desk
Translate »