Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

ધોરડો ગામની દુનિયાના “બેસ્ટ ટુરિઝમ વિલેજ” સુધીની સફરને ઐતિહાસિક ગણાવતા રાષ્ટ્રપતિશ્રી


(જી.એન.એસ) તા. 28

ભુજ,

કચ્છની મુલાકાતે પધારેલા ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુજીએ ધોરડો ખાતે સફેદ રણમાં કેમલ સફારીની સવારી કરીને સૂર્યાસ્તનો  આહલાદક નજારો  નિહાળ્યો હતો. રાષ્ટ્રપતિશ્રીએ સફેદ રણની રમણીય સાંજને માણતા માણતા કેવી રીતે ધોરડો ગામે દુનિયાના “બેસ્ટ ટુરિઝમ વિલેજ”નો ખિતાબ હાંસલ કર્યો તેના વિશે વિસ્તૃત જાણકારી મેળવી હતી.

કચ્છના રણની મુલાકાત દરમિયાન ધોરડો ગામના સરપંચશ્રી મિયાં હુસેને આ સ્થળ કેવી રીતે વિશ્વ પ્રવાસન સ્થળ તરીકે ઉભરી આવ્યું તેના વિશે રાષ્ટ્રપતિશ્રીને અવગત કરાવ્યા હતા. સરપંચશ્રીએ રાષ્ટ્રપતિશ્રીને જણાવ્યું હતું કે, આજે સફેદ રણ અને રણોત્સવના કારણે વિશ્વભરના પર્યટકો અહીં આવે છે. રણ વિસ્તારના તબક્કાવાર વિકાસ, ધોરડો ગામના પ્રવાસનના કેન્દ્ર બનવા સાથે સ્થાનિક લોકોને રોજગારી ઉપલબ્ધ થઈ તે જાણીને ભારતના રાષ્ટ્રપતિશ્રી દ્રૌપદી મુર્મુજીએ આનંદની લાગણી વ્યક્ત કરી હતી. આ ઉપરાંત, રાષ્ટ્રપતિશ્રીએ ધોરડો સફેદ રણની મુલાકાતે આવેલા પ્રવાસીઓનું અભિવાદન ઝીલીને ધોરડોના વિકાસ માટેના પ્રયાસોને બિરદાવ્યા હતા.

આ મુલાકાત દરમિયાન ગુજરાત રાજ્યના રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી, પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઈ પાનશેરિયા, કચ્છ સાંસદશ્રી વિનોદ ચાવડા,  ગુજરાત પ્રવાસન નિગમના મેનેજિંગ ડિરેક્ટર શ્રી એસ.છાકછુઆક, જિલ્લા કલેક્ટરશ્રી અમિત અરોરા, મદદનીશ કલેક્ટર શ્રી ઇ.સુસ્મિતા, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા, નિવાસી અધિક કલેકટર શ્રી મિતેષ પંડ્યા, ગુજરાત પ્રવાસન નિગમના જનરલ મેનેજર શ્રી ચેતન મિસણ, ભુજ પ્રાંત અધિકારીશ્રી ડૉ. અનીલ જાદવ, જિલ્લા પુરવઠા અધિકારી શ્રી અર્શી હાસમી, નાયબ વન સંરક્ષક શ્રી બી.એમ.પટેલ, ભુજ ગ્રામ્ય મામલતદારશ્રી એ.એન.શર્મા સહિતના પદાધિકારીશ્રીઓ તથા અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.‌

संबंधित पोस्ट

રાજ્યભરમાં મહિલા અને બાળ વિકાસ મંત્રી શ્રી ભાનુબેન બાબરીયાની આગેવાનીમાં આજે તા. ૮ થી ૨૨ એપ્રિલ ૨૦૨૫ સુધી ‘પોષણ પખવાડીયું -૨૦૨૫’ઉજવાશે

Gujarat Desk

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું જામનગર એરપોર્ટ પર આગમન; પાયલોટ બંગલા સુધીના માર્ગ પર રોડ શો જેવા દ્રશ્યો જોવા મળ્યા

Gujarat Desk

રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષસ્થાને દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે પ્રાકૃતિક ખેતી પરિસંવાદ અને વર્કશોપનું આયોજન

Gujarat Desk

અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ કેસ : મૌલાના અરશદ મદનીએ કહ્યું, કોર્ટના ચુકાદાને હાઇકોર્ટમાં પડકારીશું

Karnavati 24 News

મહાશિવરાત્રીના પાવન પર્વ પર સોમનાથ મંદિરમાં હજારો ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું

Gujarat Desk

*ભ્રષ્ટાચાર ની દોડ માં અંધ બનેલ તંત્રની ઘોર બેદરકારી વર્ષો થી રોડ ઉપર છે ખુલ્લા વાયર *

Karnavati 24 News
Translate »