શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજના અધ્યસ્થાપક પરમ પૂજ્ય પુરાણી સ્વામી કેશવચરણદાસજી અને પરમ પૂજ્ય પુરાણી સ્વામી કપિલજીવનદાસજીના આશીર્વાદ તેમજ કોલેજના આચાર્ય અને સ્ટાફના માર્ગદર્શન અને વિદ્યાર્થીઓની મહેનતને કારણે સતત ચાર વર્ષથી એમ. ફાર્મસી કોલેજના વિદ્યાર્થીઓ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સીટીમાં ગોલ્ડ મેડલ મેળવી આગળ વધી રહ્યા છે.
ત્યારે વધુ એક વિદ્યાર્થીનીએ સંસ્થાનું નામ રોશન કર્યું છે. શ્રીમતી ભાવનાબેન નાનુભાઈ બાંભરોલીયા સ્વામિનારાયણ ફાર્મસી કોલેજની એમ. ફાર્મની ફાર્માસ્યુટિકસ શાખાની વિદ્યાર્થીની સિંગ ગરિમા શિવપાલ સમગ્ર ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સીટીમાં ફાર્માસ્યુટિકસ શાખામાં અગ્ર સ્થાને રહ્યા બદલ બે ગોલ્ડ મેડલ મેળવવા હકદાર બની છે. જે બદલ વિદ્યાર્થીનીને ગુજરાત ટેકનોલોજીકલ યુનીવર્સીટીના અગિયારમા વાર્ષિક પદવી સમારંભમાં બે ગોલ્ડ મેડલ આપવામાં આવશે. ગરિમાએ ગાઈડ એસોસિયેટ પ્રોફેસર ડૉ. કાન્તિલાલ નારખેડે અને એમ. ફાર્મના હેડ ડૉ. શૈલેષ વી. લુહારના માર્ગદર્શન હેઠળ બે ગોલ્ડ મેડલ મેળવવા બદલ પોતાના માતાપિતા તેમજ સમગ્ર ગુજરાતમાં કોલેજનું નામ રોશન કર્યું છે.
આવી ઝળહળતી સિદ્ધિ બદલ શ્રી સ્વામિનારાયણ સંસ્થાના અધ્યસ્થાપક પરમ પૂજ્ય પૂરાણી સ્વામી કેશવચરણદાસજી, મેનેજિંગ ટ્રસ્ટી પરમ પૂજ્ય પુરાણી સ્વામી કપિલજીવનદાસજી, પૂજ્ય રામ સ્વામી, સંસ્થાના ટ્રસ્ટી બાબુભાઈ સોડવડીયા તથા અન્ય ટ્રસ્ટીશ્રીઓ, એકેડેમિક ડીરેક્ટર અને એમ. ફાર્મના હેડ ડૉ. શૈલેષ વી. લુહાર, કેમ્પસ ડીરેક્ટર હિતેન બી. ઉપાધ્યાય, આચાર્ય ડૉ. સચિન બી. નારખેડે, અને તમામ સ્ટાફે વિદ્યાર્થીનીને અભિનંદન પાઠવી આશીર્વચનઓ આપ્યા હતાં.