Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्य

સંસદસભ્યશ્રી મોહનભાઈ કુંડારીયાની અધ્યક્ષતામાં રાજકોટ અને મોરબી જિલ્લાની ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનીટરીંગ કમિટી(દિશા)ની બેઠક યોજાઇ.

સંસદસભ્યશ્રી મોહનભાઈ કુંડારીયાની અધ્યક્ષતામાં રાજકોટ તથા મોરબી જિલ્લાની ડિસ્ટ્રિક્ટ કો-ઓર્ડિનેશન એન્ડ મોનીટરીંગ કમિટી(દિશા)ની બેઠક યોજાઇ હતી. કલેકટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકના પ્રારંભે રાજકોટ જિલ્લા કલેકટરશ્રી અરુણ મહેશ બાબુએ જિલ્લા વહીવટીતંત્ર વતી ઉપસ્થિત સંબંધિત સરકારી વિભાગોના અધિકારીઓને આવકાર્યા હતા. ગત બેઠકની કાર્યવાહીનોંધને આ બેઠકમાં બહાલી આપવામાં આવી હતી. આ બેઠકમાં રાજ્ય સરકારની વિવિધ લોક કલ્યાણલક્ષી યોજનાઓ જેવી કે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, પ્રધાનમંત્રી આવાસ યોજના, માર્ગ અને મકાન, નગરપાલિકા-મહાનગરપાલિકા, વાસ્મો, આરોગ્ય, શિક્ષણ, જિલ્લા સંકલિત બાલ વિકાસ યોજના, પી.જી.વી.સી.એલ. વગેરે વિભાગોની યોજનાઓની ભૌતિક તથા નાણાકીય સમીક્ષા કરવામાં આવી હતી. સંસદસભ્યશ્રી કુંડારિયાએ તમામ યોજનાઓની ઝીણવટભરી માહિતી સંબંધિત અધિકારીઓ પાસેથી મેળવી હતી. શૌચાલયો તથા રસ્તાઓના સમારકામ વિશે થઈ રહેલી કામગીરી અંગે સ્થળ પર જઈને હકીકતદર્શી અહેવાલ સરકારમાં રજૂ કરવા સંસદસભ્યશ્રીએ સ્થળ પર જ અધિકારીઓને સૂચના આપી હતી. મોરબી તથા રાજકોટ જિલ્લાના વિવિધ ગામોમાં ચાલી રહેલ વિકાસકામોની ગામ પ્રમાણેની વિગતવાર યાદી સંસદ સભ્યશ્રીને મોકલવા કુંડારિયાએ અધિકારીઓને આદેશ આપ્યા હતા. વિવિધ યોજનાના લાભાર્થીઓનું પુનરાવર્તન ન થાય અને વધુ ને વધુ લાભાર્થીઓ સુધી યોજનાકીય લાભો પહોંચાડી શકાય, તેવું આયોજન કરવા સંસદસભ્યશ્રીએ ઉપસ્થિત અધિકારીઓને સૂચન કર્યું હતું. આ બેઠકમાં રાજ્યસભાના સાંસદશ્રી રામભાઈ મોકરીયા, ધારાસભ્યશ્રી કુંવરજીભાઇ બાવળિયા, મોરબી કલેકટર શ્રી જે.બી.પટેલ, રાજકોટ જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી અને મોરબી જિલ્લા વિકાસ અધિકારીશ્રી પરાગ ભગદેવ, રાજકોટ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી જે. કે. પટેલ તથા મોરબી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રીમતી મીતાબેન જોશી, એડિશનલ કલેક્ટરશ્રી ધાધલ તથા શ્રી ચૌધરી, નાયબ મ્યુનિસિપલ કમિશનરશ્રી ચેતન નંદાણી, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી પ્રશાંત માંગુડા, પ્રાંત અધિકારીઓ સર્વશ્રી સિદ્ધાર્થ ગઢવી, શ્રી પૂજા જટણીયા તથા શ્રી વીરેન્દ્ર દેસાઈ, બંને જિલ્લાના ચીફ ઓફિસરશ્રીઓ તથા સંબંધિત સરકારી વિભાગોના અધિકારીઓ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

संबंधित पोस्ट

पंजाब केसरी लाला लाजपत राय जी के जीवन से प्रेरणा लेने की जरूरत – अध्यक्ष कुलतार सिंह संधावन

Admin

आगरा: मैरिज होम में प्लंबर का मृत शरीर फंदे से लटका मिला, परिजनों ने जाहिर की हत्या की आशंका

Karnavati 24 News

इन लोगो की करिये पूजा अर्चना,सफलता चूमेगी कदम, मिलेगी उन्नति

Karnavati 24 News

સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતી નિમિતે 31 ઓક્ટોબર સુધી ગાંધીનગરમાં ‘એકતા ઉત્સવ’ ઉજવાશે

Admin

આજકાલ મોંઘવારી બહુ નડે છે એટલે મત આપવાની ઇચ્છા થતી નથી પણ આપણો ધર્મ સમજી મત આપીશું

Admin

महिला एसओ पर लगे एक लाख रिश्वत के आरोप, जांच शुरू: मेरठ में महिला थाना प्रभारी व निरीक्षकों पर लगे गंभीर आरोप

Translate »