



૨૬ મી જાન્યુઆરી-૨૦૨૨ પ્રજાસ્તાક દિનની ઉજવણીના ભાગરૂપે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ જામનગર શહેર-જિલ્લાના ખેલાડીઓ, કલાકારો, સાહસિકો તેમજ વિશિષ્ટ સિધ્ધી પ્રાપ્ત કરેલ નાગરિકોનુ સન્માન કરવામાં આવનાર છે. જેમાં તા.૧૫/૦૮/૨૦૨૧ થી અત્યાર સુધી જામનગર શહેર તથા જિલ્લામાંથી રાજ્યકક્ષાએ ચેમ્પિયન બની રાષ્ટ્રીયકક્ષાએ ભાગ લેવા ગયેલ હોય અથવા વિજેતા બનેલ ખેલાડીઓ, કલાકારો, સાહસિકો તેમજ વિશેષ્ટ સિધ્ધી પ્રાપ્ત કરેલ હોય તેઓએ પોતાના બાયોડેટા તથા પ્રમાણપત્રો સાથે તા.૧૧/૦૧/૨૦૨૨ સુધીમાં કચેરી સમય દરમ્યાન જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, જિલ્લા સેવા સદન-૪, રૂમ નં ૪૨, રાજપાર્ક પાસે, જામનગર ખાતે પહોંચતા કરવા તથા જરૂર જણાયે ફોન.નં. (૦૨૮૮)૨૫૭૧૨૦૯ ઉપર સંપર્ક કરવા જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવવામાં આવેલ છે.