ગરબાના શોખીન ગુજરાતીઓ માટે થનગનાટ ગરબા નાઈટનું આયોજન શ્રી કુંજ ગ્રીન ખાતે યોજવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ખેલૈયાઓ મન ભરીને ગરબાને રમવાની મજા માણી હતી. થગનાટ ગરબા નાઈટનું આયોજન એસ.કે, પ્રોડક્શન અને Iop ( wedding, decore, catering ) દ્વારા કરાયું હતું. એસોસિએટ પાર્ટનર તરીકે જોષનો સપોર્ટ મળ્યો હતો.
આ ગરબા નાઈટમાં ગુજરાતના જાણીતા સેલિબ્રિટીઓએ પણ ભાગ લીધો હતો. જેમાં હિતેન કુમાર, સ્મિત પંડ્યા (કિશોર કાકા), આરતી રાજપૂત વગેરે હાજર રહ્યા હતા. જેમણે ગરબા નાઈટમાં હાજર રહી ગરબે ઘુમીને ખેલૈયાઓનો ઉત્સાહ બમણો કર્યો હતો.
કોરોનાના બે વર્ષ બાદ અમદાવાદીઓને ગરબે ઘુમવાનો મોકો મળ્યો હતો. શરદ પૂનમની રઢિયાળી રાત અમદાવાદીઓ માટે શ્રીકુંજ ગ્રીન ખાતે યાદગાર બની રહી હતી. ગરબા રસિક ખેલૈયાઓએ ત્રણ તાળી, હીંચ, રાસના અવનવા પરંપરાગત સ્ટેપની સાથે સાથે નવી સ્ટાઇલના સ્ટેપ પણ લીધા હતા. મોટી સંખ્યામાં ખેલૈયાઓ પરંપરાગત નવરાત્રિના પહેરવેશમાં ગરબે ઘુમ્યા હતા. શરદ પૂનમની ગરબાની રઢિયાળી રાત નવરાત્રિની જેમ વિશેષ યાદગાર બની રહી હતી. પરંપરાગત મ્યુઝિકના તાલે લોકોએ ગરબાનો આનંદ માણ્યો હતો.
ગરબાનો લ્હાવો લેવા માટે મોટી સંખ્યામાં જનસેલાબ જોવા મળ્યો હતો. મન ભરીને નવરાત્રિ બાદ શરદ પૂનમે પણ લોકોએ ગરબાની રમઝટને માણી હતી. છેલ્લા 2 વર્ષથી કોરોનામાં આ પ્રકારે ગરબાના આયોજનો થઈ શક્યા નહોતા ત્યારે બે વર્ષ બાદ ત્રીજા વર્ષે અદભુત આયોજન થતા લોકો પણ મંત્રમુગ્ધ બન્યા હતા. ગરબાનું આયોજન જોઈને સૌ કોઇએ પણ કહ્યું હતું કે, દર વખતે આ પ્રકારનું આયોજન કરવામાં આવે.