Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રમતગમત

Shaheed Bhagat Singh Football Cup: આ મોટા ફૂટબોલ ટુનામેન્ટનું આયોજન કરશે કેજરીવાલ સરકાર

દિલ્હી સરકારે ફૂટબોલને પ્રોત્સાહન આપવા માટે એક મોટું પગલું ભર્યું છે. કેજરીવાલ સરકાર શહીદ ભગત સિંહ ફૂટબોલ કપનું આયોજન કરી રહી છે. નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ સોમવારે (11 જુલાઈ) ત્યાગરાજ સ્ટેડિયમ ખાતે આ ફૂટબોલ ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું.

આ ટુર્નામેન્ટ 2 મહિના સુધી ચાલશે જેમાં 20 ટીમો વચ્ચે 98 મેચનું આયોજન કરવામાં આવશે. ટૂર્નામેન્ટમાં અંડર 18 અને 22 વર્ષથી ઓછી વયના ખેલાડીઓ ભાગ લઈ શકશે. ટૂર્નામેન્ટની વિજેતા ટીમને 5 લાખ રૂપિયાની ઈનામી રકમ આપવામાં આવશે. જ્યારે  રનર્સ-અપ ટીમ અને ત્રીજા સ્થાને રહેલી ટીમને અનુક્રમે 2.5 લાખ અને 1 લાખ રૂપિયા આપવામાં આવશે.

સૌથી વધુ ગોલ કરનાર ખેલાડીને 1 લાખ રૂપિયાની ઈનામી રકમ સાથે ‘ગોલ્ડન બૂટ એવોર્ડ’ આપવામાં આવશે. દિલ્હીના 5 અલગ-અલગ સ્ટેડિયમમાં મેચોનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ખાસ વાત એ છે કે આ મેચોનું જીવંત પ્રસારણ પણ કરવામાં આવનાર છે.

સિસોદિયાએ આ વાત કહી

મનીષ સિસોદિયાએ કહ્યું કે, દિલ્હીમાં પ્રથમ વખત આટલા મોટા પાયા પર દિલ્હીની ફૂટબોલ ક્લબને એક સાથે લાવીને ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવી રહ્યું છે, તેનાથી દિલ્હીમાં ફૂટબોલ સંસ્કૃતિને વેગ મળશે.”આ પ્રકારની ટુર્નામેન્ટો માત્ર દિલ્હીને ફૂટબોલના ક્ષેત્રમાં ટોપર્સ બનવામાં મદદ કરશે નહીં, પરંતુ અમે ફૂટબોલના ઉભરતા સિતારાઓને ઓળખવામાં પણ સક્ષમ થઈશું. ફુટબોલને પ્રોત્સાહન આપવા અને ખેલાડીઓને વિશ્વ કક્ષાની સુવિધાઓ પુરી પાડવા માટે સરકાર દ્વારા કૈર, મુંડેલા અને આણંદવાસ ખાતે આંતરરાષ્ટ્રીય કક્ષાના 3 કૃત્રિમ ફૂટબોલ મેદાનો પણ વિકસાવવામાં આવ્યા છે.

આ મોટી ટુર્નામેન્ટ ભારતમાં થશે

ફૂટબોલની વાત કરીએ તો, સુનીલ છેત્રીની કપ્તાની હેઠળની ભારતીય ટીમ તાજેતરમાં AFC એશિયન કપ માટે ક્વોલિફાય કરવામાં સફળ રહી હતી. ભારત આ વર્ષના અંતમાં ઓક્ટોબરમાં અંડર-17 મહિલા વર્લ્ડ કપની યજમાની કરવા જઈ રહ્યું છે. આ ટુર્નામેન્ટની મેચો 11 થી 30 ઓક્ટોબર સુધી ત્રણ શહેર ભુવનેશ્વર, ગોવા અને નવી મુંબઈમાં યોજાશે. ભારત પ્રથમ દિવસે યુએસએ સામે પોતાના અભિયાનની શરૂઆત કરશે

संबंधित पोस्ट

Wimbledon 2022: ઇતિહાસમાં દર્જ થયુ નોવાક જોકોવિચનું નામ, નડાલ-ફેડરર પહેલા મેળવી આ સિદ્ધિ

Karnavati 24 News

ભારત વિ. ન્યુઝીલેન્ડ: સૂર્યાની ઝડપી બેટિંગ પર ફરી વળ્યું પાણી, બીજી બાજુ સંજુ સેમસને જિત્યું સૌનું દિલ, બીજી વન્ડે મેચ વરસાદને કારણે થઈ રદ્દ

Admin

વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, ધવન કેપ્ટન અને જાડેજા વાઇસ કેપ્ટન, કોહલી – શર્મા સહિત સિનિયર ખેલાડીઓને આરામ

Karnavati 24 News

ભાસ્કર વિશ્લેષણ: હૈદરાબાદનો ઉમરાન સૌથી સફળ અનકેપ્ડ પ્લેયર, બેઝ પ્રાઈઝ આયુષ બદોની ઘણી મેચ વિનિંગ ઇનિંગ્સ રમે છે

Karnavati 24 News

કોલકાતા પહોચતા જ ઝૂલન ગોસ્વામીનું થયુ ભવ્ય સ્વાગત, મહિલા IPLને લઇને જણાવ્યો પ્લાન

લેસ્ટરમાં પ્રેક્ટિસ મેચ પહેલા ટીમ ઈન્ડિયામાં સામેલ થયેલા કેપ્ટન રોહિત શર્માએ સખત પ્રેક્ટિસ શરૂ કરી

Karnavati 24 News