Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

પાટીલથી રૂપાણી નારાજ!, રાજકોટમાં CM ભૂપેન્દ્ર પટેલનો ભવ્ય રોડ શો, પૂર્વ મુખ્યમંત્રી ગાયબ

રાજકોટમાં સુશાસન દિવસના સમાપન માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના ઘર આંગણે આવ્યા છે. એરપોર્ટથી ધર્મેન્દ્ર કોલેજ સુધી યોજાયેલા રોડ શોમાં પાટીલ હાજર હતા પણ રૂપાણી ક્યાય જોવા મળ્યા નહતા.

રોડ શો પૂર્ણ થાય તે પહેલા જ પાટીલ જતા રહ્યા હતા તે પછી વિજય રૂપાણી અને સીનિયર નેતા વજુભાઇ વાળા અચાનક જોવા મળ્યા હતા અને મુખ્યમંત્રીને મળીને તેમનું સ્વાગત કર્યુ હતુ. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલથી નારાજ હોવાનું જોવા મળી રહ્યુ છે. ભાજપમાં આંતરિક વિખવાદ સામે આવ્યો છે.

રાજકોટના રાજમાર્ગો પર મુખ્યમંત્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ અને ઠેર ઠેર પુષ્પ વર્ષા કરવામાં આવી હતી. રાજકોટ દેશભક્તિના રંગે રંગાયુ હતુ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના રોડ શોમાં રાજકોટની જનતા ઉમળકાભેર ઉમટી પડી હતી. મુખ્યમંત્રી અને  નવસારીના સાંસદ અને પ્રદેશ અધ્યક્ષ સી. આર .પાટીલે ખુલ્લી જીપમાં લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. રાજ્યમંત્રી મંડળ ના મંત્રીઓ પણ આ અવસરે જોડાયા હતા.

કોરોનાનો નવો વેરિએન્ટ ઓમિક્રૉનનો ખતરો જોવા મળી રહ્યો છે ત્યારે  ઘોડેસવાર, વિન્ટેજ કાર, બેન્ડવાજા સાથે મુખ્યમંત્રીનો જાજરમાન રોડ શો યોજાયો હતો. રોડ શોમાં ભૂપેન્દ્ર પટેલ અને પાટીલ ખુલ્લી જીપમાં સવાર થયા હતા અને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. જીપ ફરતે પોલીસ ચોકીદાર બનીને આગળ વધતી જોવા મળી હતી. આ રોડ શો બાદ કોરોના વિસ્ફોટ થાય એવાં દ્રશ્યો જોવા મળ્યા હતા. રોડ શોમાં મુખ્યમંત્રીની સાથે 100 ગાડીનો કાફલો જોવા મળ્યો હતો. તેમજ 1000 બાઇકચાલકો પણ જોડાયા હતા.

संबंधित पोस्ट

 ભાજપના નેતાઓ જ PM મોદીની અપીલ માનતા નથી, જાફરાબાદ નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ઉમટી લોકોની ભીડ

Karnavati 24 News

પાટણ જીલ્લા ના સાંતલપુર તાલુકાના કોલીવાડા ગામે વંદે ગુજરાત રથનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું

Karnavati 24 News

ભરૂચ જીલ્લાની વિવિધ શાળાઓની ૧૪૦૦ વિદ્યાર્થીઓના હિમોગ્લોબીન ટેસ્ટ કરવામાં આવ્યા.

 ખેડા જિલ્લા ની 415 ગ્રામપંચાયતો ચૂંટણી માટે ચૂંટણી સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું

Karnavati 24 News

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યના આ ચાર મહાનગરોની ટી.પી.ને.મંજૂરી આપી, વિકાસની ગતિ આગળ વધશે

Karnavati 24 News

ભારતીય જનતા પાર્ટીની નરોડા ખાતે વિશાળ જનસભા

Karnavati 24 News
Translate »