રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ મુકેશ અંબાણીએ પોતાના બિઝનેસ જૂથમાં નેતૃત્વ બદલાવનો ઉલ્લેખ કરતા કહ્યુ કે તે સીનિયર સહયોગીઓ સાથે મળીને યુવા પેઢીને જવાબદારી સોપવાની પ્રક્રિયામાં ઝડપ લાવવા માંગે છે. દેશના સૌથી અમીર વ્યક્તિ અંબાણીએ દેશની સૌથી મૂલ્યવાન કંપનીમાં ઉત્તરાધિકારને લઇને પ્રથમ વખત કોઇ વક્તવ્ય આપતા કહ્યુ, ‘રિલાયન્સ હવે એક મહત્વપૂર્ણ નેતૃત્વ બદલાવને અંજામ આપવાની પ્રક્રિયાનો ભાગ છે.’
રિલાયન્સ જૂથની બાગડોર મુકેશ અંબાણીએ પોતાના પિતા ધીરૂભાઇ અંબાણી પાસેથી સંભાળી હતી. હવે 64 વર્ષના થઇ ચુકેલા મુકેશ અંબાણીએ પોતાના પિતાના જન્મદિવસ પર આયોજિત કાર્યક્રમમાં ઉત્તરાધિકાર સોપવાની પ્રક્રિયા શરૂ કરવાની જાણકારી આપી છે, તેમના બે પુત્ર આકાશ અને અનંત અને એક દીકરી ઇશા છે.
આ પ્રસંગે અંબાણીએ કહ્યુ કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) આવનારા વર્ષોમાં વિશ્વની સૌથી પ્રતિષ્ઠિત અને મજબૂત કંપનીમાં સામેલ થશે. જેમાં સ્વચ્છ અને હરિત ઉર્જા ક્ષેત્ર સિવાય છૂટક અને દૂરસંચાર બિઝનેસની ભૂમિકા મહત્વની હશે જે અભૂતપૂર્વ દરથી વધી રહી છે.
મુકેશ અંબાણીએ કહ્યુ, મોટા સપના અને મુશ્કેલ લાગતા લક્ષ્યને મેળવવા માટે સાચા લોકોને જોડવા અને સાચુ નેતૃત્વ હોવુ જરૂરી છે. રિલાયન્સ હવે એક મહત્વપૂર્ણ નેતૃત્વ બદલાવને અંજામ આપવાની પ્રક્રિયામાં છે. આ બદલાવ મારી પેઢીના સીનિયરથી નવા લોકોને આગામી પેઢીને થશે. તેમણે કહ્યુ કે આ પ્રક્રિયાને ઝડપી કરવા માંગશે.
અંબાણીએ પોતાના સંબોધનમાં કહ્યુ, ‘મને લઇને તમામ સીનિયર હવે રિલાયન્સમાં ઘણા કાબિલ, પ્રતિબદ્ધ અને પ્રતિભાશાળી યુવા નેતૃત્વને વિકસિત કરવા જોઇએ. આપણે તેમનું માર્ગદર્શન કરવુ જોઇએ, તેણમે સક્ષમ બનાવવા જોઇએ અને પ્રોત્સાહિત કરવા જોઇએ, અને જ્યારે તે આપણાથી સારૂ પ્રદર્શન કરતા જોવા મળે તો અમે આરામથી બેસીને તાળી વગાડવી જોઇએ. જોકે, તેમણે તેનો વધુ અહેવાલ આપ્યો નહતો.