Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

ગુજરાત રાજકીય ક્ષેત્રે રાજ્ય દાન મેળવવા ત્રીજા ક્રમાંકે, જાણો ભાજપ-કોંગ્રેસને કેટલું મળ્યું દાન

રાજકીય ક્ષેત્રે પાર્ટીઓને દાન મળતું હોય છે. ત્યારે ગુજરાતનો તેમાં 2020-21માં ત્રીજો ક્રમાંક રહ્યો છે. ગુજરાતમાં રાજકીય પક્ષોને 47 કરોડ દાન પેટે મળ્યા છે. ત્યારે કઈ પાર્ટીને કેટલું દાન મળ્યું છે તેની વિગતો તપાસવા જઈએ તો એસોસિએસન ફોર ડેમોક્રેટીક રિફોર્મના રીપોર્ટ અનુસાર ભાજપને સૌથી વધુ 46 કરોડનું રાજકીય દાન મળ્યું છે જયારે કોંગ્રેસને 1 કરોડથી પણ ઓછું દાન મળ્યું હોવાનું રીપોર્ટમાં જણાવાયું છે. કોંગ્રેસને 92.50 કરોડનું રાજકીય દાન મળ્યું છે. એનસીપી પક્ષની વાત કરીએ તો 10.95 લાખનું દાન મળ્યું છે. આ દાનમાં સૌથી વધુ દાન બિઝનેસ કોર્પોરેટ હાઉસમાંથી મળી રહ્યું છે. જો કે, કોરોનાના કારણે ગત વર્ષની સરખામણીએ જે દાન મળ્યું હતું તેમાં ઘટાડો થયો છે. ભાજપ, કોંગ્રેસ સહીતની પાર્ટીઓને આ દાન ગત વર્ષની સરખામણીએ ઓછું મળ્યું છે.
ગુજરાત ત્રીજા ક્રમે તો દિલ્હી દાન મેળવવાની બાબતમાં પ્રથમ ક્રમે રહ્યું છે. દિલ્હીમાં આ સમયગાળામાં રાજકીય પક્ષોને 246 કરોડનું દાન મળ્યું છે જ્યારે બીજા ક્રમે મહારાષ્ટ્ર રહ્યું છે. મહારાષ્ટ્ર રાજ્યની પાર્ટીઓને 71 કરોડ અને ગુજરાત રાજ્યની રાજકીય પાર્ટીને 50 કરોડથી ઓછું દાન મળ્યું છે. ગુજરાતમાં જે કંઈ પણ રકમ આવી છે તેમાંથી 39 કરોડ જેટલી રકમ કોર્પોરેટ હાઉસ અને બિઝનેસમેનોને મળી છે. બિઝનેસમેન સિવાય વ્યક્તિગત રીતે જોવા જઈએ તો 7 કરોડ દાનપેટે મળ્યા છે.
ગત વર્ષની સરખામણીએ મળતા દાનની વાત કરવામાં આવે તો ભાજપને દેશમાંથી 2019-20માં 785.77 કરોડ દાન મળ્યું હતું. જ્યારે તેના પછીના વર્ષ 2020-21ની વાત કરીએ તો 477.54 કરોડ મળ્યા છે. જેમાં આ તફાવત ગત વર્ષ કરતા જોવા મળ્યા છે. આજ પ્રમાણે કોંગ્રેસને 139 કરોડનું દાન 2019-20માં મળ્યું હતું જેમાં ઘટાડો થતા 2020-21માં 74 કરોડ દાન પ્રાપ્ત થયું હતું. જેથી આ તફાવત ઓછા દાનનો કોંગ્રેસને પણ નડ્યો છે.

संबंधित पोस्ट

ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ આજે મંદિરે દર્શન કરી સાધુ સંતો સાથે કરી બેઠક

Karnavati 24 News

 ભાજપના નેતાઓ જ PM મોદીની અપીલ માનતા નથી, જાફરાબાદ નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ઉમટી લોકોની ભીડ

Karnavati 24 News

ભારત જોડો યાત્રા પછી, 26 જાન્યુઆરીથી કોંગ્રેસ શરુ કરશે હાથથી હાથ જોડો અભિયાન

Admin

arvind kejriwal is going to be the president of india

જુનાગઢ મનપાની આગામી ચૂંટણીમાં આપના પડકારનો ભાજપ તથા કોંગ્રેસને ડર

Admin

પાલીતાણા: તળેટી-સર્વોદય સોસાયટીમાં કાઉન્સિલર દ્વારા પાણી-સાફ સફાઇના પ્રશ્નો સાંભળવામાં આવ્યા

Karnavati 24 News