પાટણની શૈક્ષણિક ક્ષેત્રે આગવી ઓળખ ઉભી કરનારા વિઠ્ઠલ પ્રભુ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એમ કે શૈક્ષણિક સંકુલ ખાતે એઈડ્સ જાગૃતિ અંગે કાર્યક્રમ યોજાયો હતો. સંકૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં એઈડ્સ અંગેની જાગૃતતા લાવવા વિશ્વ એઈડ્સ દિવસના ઉપલક્ષ્યમાં ભગિની સમાજના સંયુક્ત ઉપક્રમે અવરનેશ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. એમ કે શૈક્ષણિક સંકુલ ખાતે આયોજિત એઈડ્સ જાગૃતિ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ભગિની સમાજના મહિલા અગ્રણી અને ઉંઝા મહિલા કોલેજમાં ફરજ બજાવતા ડો.લીલાબેન સ્વામી દ્વારા સંકુલ પરિસરના વિદ્યાથીર્ઓને એઈડ્સની જાગૃતિ અંગેનું સુંદર અને સચોટ માર્ગદર્શન પુરૂ પાડ્યું હતું. સંકુલ પરિસરમાં એઈડ્સ જાગૃતિ અંગેના પોસ્ટર પ્રદર્શનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. એમ કે શૈક્ષણિક સંકુલ ખાતે વિશ્વ એઈડ્સ દિવસની ઉજવણીના ઉપલક્ષ્યમાં આયોજિત કરવામાં આવેલા આ કાર્યક્રમની શૈક્ષણિક સંકુલનાં ચેરમેન મુકેશ પટેલ દ્વારા સરાહના કરવામાં આવી હતી. એઈડ્સ જાગૃતિ કાર્યક્રમ પ્રસંગે એમ કે શૈક્ષણિક સંકુલ પરિવાર સહિત પાટણ ભગિની સમાજના મહિલા અગ્રણીઓ અને સંકુલ પરિસરના વિદ્યાર્થીઓ સહિત સ્ટાફ પરિવાર ઉપસ્થિત રહ્યો હતો.