મહેસાણા જિલ્લા ફરી એકવાર દીપડો દેખવાની ફરિયાદ મળી છે ઉલ્લેખનીય છે કે મહેસાણા જિલ્લામાં થોડા કેટલાક સમયથી ગ્રામ્ય વિસ્તારોમાં દીપડો દેખાવાની વિગતો દિવસેને દિવસે વધુ પ્રકાશમાં આવી રહી છે અને તેમજ ફરિયાદો વન વિભાગને મળી છે ત્યારે મહેસાણા જિલ્લામાં વધુ એક દીપડો દેખાઈની ધટના પ્રકાશમાં આવી છે જેમાં નુગર અને બોદલા ગામની સીમ વચ્ચે દીપડો દેખાયો હોવાની ફરિયાદ મહેસાણા ડિઝાસ્ટર કચેરીને મળી હતી આ ફરિયાદ મળતા ફોરેસ્ટ બીટના અધિકારી દ્વારા ત્રણ ગાર્ડને પ્રાથમિક ચકાસણી કરવા માટે ઘટનાસ્થળે દોડાવ્યા હતા. પરતુ દીપડા જેવું વન્ય પ્રાણી નુગર સીમમાંથી બોદલાની સીમમાં થઈને રવાના થયું હતું. હાલમાં પદચિન્હોના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે પરંતુ હાલમાં દીપડો જોયો હોવાના સમાચાર ફેલાતાં ગ્રામ જનોમાં ફફડાટ ફેલાયો છે ઉલ્લેખનીય છે કે મહેસાણાનાં લીંચ ગામ ખાતે આ અગાઉ પણ સિંચાઈ કરી રહેલા એક ખેડૂતે દીપડા જેવું પ્રાણી જોયું હતું. જે રસ્તા પર પસાર થઈને પુરઝડપે વોટર પાર્ક તરફ જતા સીમાડામાં થઈ લિંબુડીના ખેતરમાં છુપાયો હતો.