જે બેગ શહેરના રશીયન નગરમાં રહેતા ડેરી માલિકને મળતા તેઓએ બેગની તપાસ કરતા અંદરથી મળી આવેલાં ડોક્યુમેન્ટનાં આધારે તપાસ કરી બેગ માલિક યુવાનને સોધી પોતાની બેગ પરત કરી માનવતા નું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા પોલીસ કોન્સ્ટેબલ અને પી.એસ.આઈની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે હિંમતનગરના માધફળી ગામેથી રોનકસિંહ વિનોદસિંહ પરમાર નામનો યુવાન ભરતીની પરીક્ષા આપવા માટે પાટણ આવ્યો હતો. ત્યારે પોતાનો સામાન લઈને આ યુવાન રશિયન નગર ખાતે રોકાયો હતો. જ્યાં પોતાના ભરતી પક્રિયા પુરી થયા બાદ ઘેર જવાના સમયે રશિયન નગર બહાર આવેલી જય ગોગા ડેરી પાર્લર ઉપર ચા પીવા માટે બેઠા હતા અને ત્યારબાદ પોતાના પાસે રહેલી બેગ પાર્લર ઉપર જ ભૂલી પોતાના વતન પહોંચી ગયો હતો. ત્યારબાદ પાર્લરના માલિક પ્રમોદ ઠક્કરને પોતાના પાલૅર ઉપર પડેલી બેગ ધ્યાને આવતા સ્થાનિક રહીશ ધવલભાઇ સુતરીયા અને ચિંતનભાઈ સોલંકીને આ બાબતની જાણ કરી હતી. અને બંને યુવાનો દ્વારા રોનકસિંહ પરમાર ની શોધખોળ હાથ ધરી હતી. જોકે, તેનો કોઇ પત્તો લાગ્યો ન હતો . ત્યારબાદ યોગ્ય તપાસ કરીને યુવાનનો સંપર્ક કર્યો હતો અને પોતાની બેગ પાટણમાં પાર્લર ઉપર ભૂલી ગયા હોવાનું જણાવ્યું હતું. જેને લઇને યુવાન તાબડતોડ પાટણ પહોંચ્યો હતો. ત્રણેય યુવાનો દ્વારા બેગમાં આઠ જેટલા અલગ-અલગ બેન્કના એટીએમ, ચાર પાસબુક, એક સોનાની કડી, ચાંદીની લક્કી સહિત અનેક ઓરીજનલ ડોક્યુમેન્ટ રોકડ રકમ પણ હતી. જે તમામ વસ્તુઓ યુવાનને આ ત્રણેય યુવાનોએ પરત કરી સાચા અર્થમાં માનવતા મહેકાવતા યુવાને ઉપરોક્ત ડેરી માલિક સહિત તેમનાં મિત્રો નો આભાર વ્યક્ત કર્યો હતો.