આગામી 3 ડિસેમ્બરે ખેડા જિલ્લા ભાજપનો સ્નેહમિલન સંભારંભ આદરણીય પ્રદેશ ભાજપ પ્રમુખ સી. આર. પાટીલની અધ્યક્ષતામાં સાંજે 4.કલાકે બાસુદીવાલા ગ્રાઉન્ડ, નડિયાદ મુકામે યોજવાનો છે. જેમાં ગુજરાત પ્રદેશ ભાજપના મહામંત્રી ભાર્ગવભાઈ ભટ્ટ, પ્રભારી મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ, કેન્દ્રીય સંચાર રાજ્ય મંત્રી દેવુસિંહ ચૌહાણ, કેબિનેટ મંત્રી અર્જુનસિંહજી ચૌહાણ, વિધાન સભાના મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ સહિત સંગઠનના અનેક હોદેદારો ઉપસ્થિત રહેવાના છે ત્યારે આ સ્નેહ મિલન સંભારંભને સફળ બનાવવાના ભાગરૂપે જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ નડિયાદમાં આજે દિવસભર બેઠકોનો સિલસિલો જારી રહ્યો હતો. આ સ્નેહ મિલન સંભારંભમાં વિવિધ મંડલ માંથી મોટી સંખ્યામાં હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહેવાના છે ત્યારે તેના સુચારુ આયોજન માટે આ બેઠકો યોજાઈ હતી. આજે પ્રદેશ યુવા મોરચા મહામંત્રી ઈશાન સોની સહિત જિલ્લાના પદાધિકારીઓ,હોદ્દેદારો પૈકી મુખ્ય દંડક પંકજભાઈ દેસાઈ, ખેડા જિલ્લા ભાજપ પ્રમુખ વિપુલભાઈ પટેલ, જિલ્લા ભાજપના મહામંત્રીઓ, જિલ્લા યુવા મોરચો, મંડળ યુવા મોરચા તથા બક્ષીપંચ યુવા મોરચાના જીલ્લા તથા તાલુકા મંડલોની બેઠકો યોજાઈ હતી. નડિયાદ શહેર અને તાલુકા મંડળ યુવા મોરચા ખેડા શહેર અને માતર તાલુકા મંડળની બેઠકો યોજાઈ હતી. ઠાસરા, મહેમદાવાદ, કઠલાલ મંડલની બેઠકો પણ યોજાઈ હતી. આ બેઠકોનો દોર હજુ ચાલુ છે. આવતીકાલે પણ વિવિધ મંડલો અને યુવા મોરચાની બેઠકો યોજાશે જેમાં સ્નેહ મિલન સંભારંભને સફળ બનાવવાની વ્યવસ્થા અંગે સહુ કાર્યકરો, હોદ્દેદારોને માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આજની વિવિધ મંડળોની બેઠકોમાં જિલ્લા ભાજપ મહામંત્રીઓ વિકાસભાઈ શાહ, અજયભાઈ બ્રહ્મભટ્ટ, નટુભાઈ સોઢા ગોપાલભાઈ શાહ સહિતના હોદ્દેદારોએ મંડલ પ્રવાસ કરી કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું.