Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રમતગમત

IND A Vs NZ A: ભારત વિરૂદ્ધ સીરિઝ માટે ન્યૂઝીલેન્ડની એ ટીમની જાહેરાત, આ મોટા ખેલાડીઓને મળી તક

ભારત વિરૂદ્ધ આવતા મહિને રમાનારી સીરિઝ માટે ન્યૂઝીલેન્ડે પોતાની એક ટીમની જાહેરાત કરી દીધી છે. ન્યૂઝીલેન્ડ એ ટીમમાં કેટલાક મોટા ખેલાડીઓને તક આપવામાં આવી છે. ન્યૂઝીલેન્ડ સપ્ટેમ્બરમાં ભારત વિરૂદ્ધ ચાર દિવસીય મેચ અને લિમિટેડ ઓવરની સીરિઝ રમશે. ન્યૂઝીલેન્ડની ટીમમાં 7 આંતરરાષ્ટ્રીય ખેલાડીઓને તક આપવામાં આવી છે. ભારતીય ટીમ અત્યારે ઝિમ્બાબ્વે પ્રવાસે છે અને તે પછી 27 ઓગસ્ટથી એશિયા કપમાં રમશે.

આ 2018 પછી પ્રથમ વખત છે જ્યારે ન્યૂઝીલેન્ડની એ ટીમ વિદેશમાં રમશે, તે સમયે ન્યૂઝીલેન્ડ એએ સંયુક્ત અરબ અમીરાતમાં પાકિસ્તાન વિરૂદ્ધ રમી હતી. ભારત પ્રવાસમાં ન્યૂઝીલેન્ડની ટીમ ત્રણ ચાર દિવસીય મેચ અને ત્રણ વન ડે મેચ બેંગલુરૂ અને ચેન્નાઇમાં રમશે. ન્યૂઝીલેન્ડ એ ટીમે 2017માં અંતિમ વખત ભારતનો પ્રવાસ કર્યો હતો.

આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ સિવાય 15 સભ્યોની ટીમમાં પાંચ નવા ખેલાડી પણ છે જેમાં ચાડ બોવેસ, મેટ ફિશર, બેન લિસ્ટર, રોબી ઓડોનેલ અને જો વાકર પ્રથમ વખત ન્યૂઝીલેન્ડ એ માટે રમશે. ટોમ બ્રૂસ અને ઓડોનેલને સંયુક્ત કેપ્ટન બનાવવામાં આવ્યા છે. ટીમ 26 ઓગસ્ટે ભારત રવાના થશે.

ન્યૂઝીલેન્ડના પસંદગીકાર ગેવિન લાર્સને એક નિવેદનમાં કહ્યુ, એ ટીમના પ્રવાસની વાપસી સારી છે અને વિદેશમાં રમવાથી સારૂ શું હોઇ શકે છે. જેનાથી ખેલાડીઓને અલગ અલગ સ્થિતિમાં રમવાનો અનુભવ મળશે.

ન્યૂઝીલેન્ડની એ ટીમ: ટૉમ બ્રૂસ, રોબી ઓડોનેલ (કેપ્ટન), ચાડ બોવેસ, જો કાર્ટર, માર્ક ચૈપમેન, ડેન ક્લીવેર, જૈકબ ડફી, મેટ ફિશેર, કૈમરન ફ્લેચર, બેન લિસ્ટર, રચિન રવિન્દ્ર, માઇકલ રિપ્પોન, સીન સોલિયા, લોગાન વાન બીક, જો વૉકર

ન્યૂઝીલેન્ડ એ અને ભારત એ મેચનો કાર્યક્રમ

પ્રથમ ચાર દિવસીય મેચ: 1થી 4 સપ્ટેમ્બર (બેંગલુરૂ)
બીજી ચાર દિવસીય મેચ: 8થી 11 સપ્ટેમ્બર (બેંગલુરૂ)
ત્રીજી ચાર દિવસીય મેચ: 15થી 18 સપ્ટેમ્બર (બેંગલુરૂ)

પ્રથમ વન ડે: 22 સપ્ટેમ્બર (ચેન્નાઇ)
બીજી વન ડે: 25 સપ્ટેમ્બર (ચેન્નાઇ)
ત્રીજી વન ડે: 27 સપ્ટેમ્બર (ચેન્નાઇ)

संबंधित पोस्ट

Wimbledon 2022: ઇતિહાસમાં દર્જ થયુ નોવાક જોકોવિચનું નામ, નડાલ-ફેડરર પહેલા મેળવી આ સિદ્ધિ

Karnavati 24 News

IPL 2022: હાર્દિક પંડ્યાએ બતાવ્યો ધોનીનો ‘ગુરુમંત્ર’ , કહ્યું- ગુજરાત ટાઇટન્સ સાથે કેમ જોડાયો?

Karnavati 24 News

IND vs SA: શાર્દુલ ઠાકુર કહે છે 7 વિકેટ લેવા છતાં મારું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન બાકી, ‘તિરાડે’ સફળતા અપાવી

Karnavati 24 News

માર્ક બાઉચર બન્યા IPLમાં મુંબઇ ઇન્ડિયન્સના નવા કોચ, જયવર્ધનેની જગ્યા લેશે

Karnavati 24 News

ઋષભ પંતની પાછળ પાછળ ઓસ્ટ્રેલિયા પહોંચી બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા

ઝિમ્બાબ્વે સામે ભારતનો અદભૂત વિજય, હવે સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડ સાથે ટકરાશે

Admin
Translate »