જૂનાગઢ જિલ્લામાં ૧૯ ડિસેમ્બરના 338 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાશે જેના માટે આજે બપોર બાદ પોલીંગ સ્ટાફ અને મતપેટીઓ અન્ય સાહિત્ય સાથે મતદાન મથક પર પહોંચી જશે કુલ 787 મતદાન મથકો પર ચૂંટણી યોજાશે જેમાં થી 265 સંવેદનશીલ અને ૧૬૦ મતદાન મથક અતિસંવેદનશીલ છે જ્યાં વિશેષ બંદોબસ્ત રાખવામાં આવશે 5144 જેટલા કર્મચારીઓ પોલીંગ સ્ટાફ તરીકે ફરજ બજાવશે આજે બપોરે જે તાલુકા મથકેથી રૂટ ગોઠવી પોલીગ સ્ટાફને ગામડા ફાળવામાં આવશે અને તે મુજબ મતપેટી બેલેટ પેપર અને અન્ય સાહિત્ય સોપી તેઓને રવાના કરવામાં આવશે અને બપોર બાદ પોલીંગ સ્ટાફ જે તે મતદાન મથક પર પહોંચી જશે