જામનગર જીલ્લાના લાલપુર તાલુકાના કાનાલુસ ગામે મજુર વસાહતમાંથી ગઈ કાલે સાંજે રામપતિ રૂખી રજવાર ઉ.વ ૪૬ રહે ૧૦ લેબર કોલોની બ્લોક નં ૩/૧૦ વાળાનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવ અંગે દિનેશ કુમાર જવાહરરામ ચંદ્રવંશીએ જાણ કરતા મેઘપર પોલીસે સ્થળ પર પહોચી મૃતદેહનો કબજો સંભાળી હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે કોઈપણ અગમ્ય કારણસર અથવા કોઈ પણ કુદરતી રીતે મરણ ગયા અંગેનો બનાવ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.