રાજ્યમાં 8,684 ગ્રામ પંચાયતની ચૂંટણીઓનું પરિણામ ધીમે ધીમે જાહેર થઇ રહ્યુ છે. મત પેટીઓ ખોલી સરપંચ અને સભ્યોની અલગ-અલગ થપ્પીઓ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. રવિવારે યોજાયેલી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 74.70 ટકા જેટલુ મતદાન થયુ હતુ.
રાજ્યમાં સરપંચ પદના 27,200 અને સભ્ય પદના 1,19,998 ઉમેદવારોના ભાવિનો ફેસલો ગણતરીના કલાકોમાં જ આવશે.ભાવનગરમાં મતગણતરી સ્થળે તંત્રએ મીડિયાને પ્રવેશવાની ના પાડતાં હોબાળો થયો હતો. ઓમિક્રોનના ખતરાને જોતા પોલીસ દ્વારા વિજય સરઘસ ના કાઢવા માટે અપીલ કરવામાં આવી છે.
ગાંધીનગર જિલ્લાની વાત કરીએ તો ગાંધીનગરમાં 9 વાગ્યાથી જ મતગણતરી શરૂ થઇ ગઇ છે. 344 સ્થળોના 1 હજાર 711 સેન્ટરો પર મતગણતરી યોજાઇ રહી છે. મતગણતરીની કામગીરીમાં 19 હજાર 916 કર્મચારી જોડાયા છે. સાંજ સુધીમાં તમામ પરિણામ સામે આવી શકે છે. તે પછી જ નક્કી થશે કે કઇ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કોણ સરપંચ બન્યુ.
> દાહોદના ભીટોડીમાં સરપંચ પદે વિનોદભાઈ ડામોરનો વિજય
> વિરમગામના જક્સી ગામમાં પંચાયત સરપંચ પદે નવઘણજી ઠાકોર વિજેતા
> નવસારીના પીનસાડ-સરોણા ગામના સપરંચ પદે નયન પટેલનો વિજય
> દસ્ક્રોઈ તાલુકાના લીલાપુર ગામના સરપંચ તરીકે ઉષાબેન વિરમજી ઠાકોર વિજેતા
>ખેડા જિલ્લાના કપડવંજના રમોસડી ગ્રામ પંચાયતમાં સરપંચ પદે જાગૃતિબેન વાઘેલા, ભોજાના મુવાડા ગામે સરપંચ પદે મંજુલાબેન પટેલ અને વાઘાવતમાં સરપંચ પદે દીપકભાઈ સોલંકીનો વિજય
> મોરબી તાલુકાનું હળવદના મયાપુર ગામના વિજેતા સરપંચ નથુભાઈ જગજીવનભાઈ કણઝરીયા
> પાટણના ગજા ગામ ગ્રામ પંચાયતના સરપંચ પદના ઉમેદવાર નાનાભાઈ પિતરાઈ મોટાભાઈને 71 મતે હરાવ્યા
> અમદાવાદના વિરમગામના ઝૂંડ ગ્રામ પંચાયતમાં હિનાબેન પટેલ સરપંચ પદે વિજેતા
> પાટણના હનમાનપુરામાં મહિલા સરપંચ તરીકે બાલુબેન લીલાજી ઠાકોર 32 વોટ વિજયી થયા. છેલ્લા 45 વર્ષથી જીતતા આવે છે.
> ભાવનગરમાં મતગણતરી સ્થળે તંત્રએ મીડિયાને પ્રવેશ ન આપતાં હોબાળો થયો