Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
આરોગ્યપ્રદેશસ્થાનિક સમાચાર

 UKથી આવેલી 27 વર્ષિય યુવતિ ઓમિક્રોન પોઝીટીવ, શહેરમાં ત્રીજો કેસ નોંધાયો

કોરોનાના ઓમિક્રોન વેરીયન્ટે દુનિયાભરમાં ભારે ચકચાર મચાવી છે. કોરોનાના અગાઉના વેરીયન્ટની સરખામણીએ ઓમિક્રોન વેરીયન્ટ વધારે તિવ્રતાથી ફેલાતો હોવાના કારણે આ વેરીયન્ટનો ભારે ખોફ છે. તમામ તકેદારીઓ વચ્ચે ઓમિક્રોન વેરીયન્ટથી સંક્રમિત દર્દીઓ સામે આવ્યા છે. અગાઉ વડોદરામાં નોન હાઇરિસ્ક કન્ટ્રીમાંથી આવેલા બે વૃદ્ધોનો ઓમિક્રોન પોઝીટીવ આવ્યો હતો. બંનેને ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. જ્યારે આજરોજ ત્રીજો કેસ નોંધાતા તંત્ર દોડતું થયું છે. આજરોજ ઓમિક્રોન પોઝીટીવ આવેલા કેસ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, તાંદલજા વિસ્તારમાં રહેતી 27 વર્ષિય યુવતિ 13 ડિસેમ્બરના રોજ યુકેથી રિટર્ન થઇ હતી. મુંબઇ એરપોર્ટ પર તેણીનો કોવિડ રિપોર્ટ નેગેટીવ આવ્યો હતો. અહિંયા આવ્યાના બીજા દિવસે તેણીનો રિપોર્ટ કરાવતા પોઝીટીવ આવ્યો હતો. ત્યાર બાદ તેણીના સેમ્પલને જીનોમ સિકવન્સીંગ માટે મોકલવામાં આવ્યા હતા. આજરોજ તેણીનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. યુવતિ હાઇ રિસ્ક કન્ટ્રીમાંથી આવતી હોવાના કારણે તેણીને સ્વાસ્થ્ય મંત્રાલયની ગાઇડલાઇન પ્રમાણે હોમ આઇસોલેશનમાં રાખવામાં આવી હતી. તેણીના ક્લોઝ કોન્ટેક્ટમાં આવેલા 2 લોકોના રિપોર્ટ 15 ડિસેમ્બરના રોજ નેગેટીવ આવ્યા હતા. આજરોજ વધુ એક વખત ક્લોઝ કોન્ટેક્ટના રિપોર્ટ કરાવવામાં આવ્યા છે. હાલની સ્થિતીએ યુવતિમાં લક્ષણો જોવા મળતા નથી. અને તેણીને ખાનગી હોસ્પિટલમાં આઇસોલેશન હેઠળ રાખવામાં આવી છે. યુકે સહિતા 14 દેશોને ઓમિક્રોન માટે હાઇરિસ્ક કેટેગરીમાં મુકવામાં આવ્યા છે.

संबंधित पोस्ट

હાલ કોચિંગ કંપનીનો IPO આવી રહ્યો છે જેમાં આ IPO માં કમાણીની તક મળશે

Karnavati 24 News

દાહોદ ખાતે જલ શક્તિ અભિયાન અને અમૃત સરોવર યોજના સંદભે બેઠક યોજાઇ

Karnavati 24 News

 જૂનાગઢમાં આજથી વિશ્વ હિંદુ પરિષદની કેન્દ્રીય મંડળની પ્રબંધ સમિતિની બેઠક

Karnavati 24 News

2050 સુધીમાં 250 કરોડ લોકો બહેરા થઈ શકે છે

Karnavati 24 News

વધુ સફરજન ખાવાથી સ્વાસ્થ્ય બગડવાની જગ્યાએ બગડી શકે છે, સ્વાસ્થ્યને થાય છે આ 5 મોટા નુકસાન

Karnavati 24 News

શું છાતીની જમણી બાજુમાં દુખાવો થાય છેઃ આ ચિંતાનો વિષય બની શકે છે, નિષ્ણાતો પાસેથી જાણો આના 6 મોટા કારણો

Karnavati 24 News