પોલીસે યુવક પાસેથી 13.50 લાખના ડ્રગ્સ જથ્થો જપ્ત કર્યો
(જી.એન.એસ) તા. 7
સુરત,
શહેરમાં પોલીસે 13.50 લાખના ડ્રગ્સના જથ્થા સાથે એક યુવકની ધરપકડ કરી હતી. અમરોલી પોલીસ દ્વારા કોસાડ આવાસ એચ-1 ખાતેથી MD ડ્રગ્સનો 135 ગ્રામ જથ્થો જપ્ત કર્યો છે. આ MD ડ્રગ્સની બજારમાં હાલ કિંમત રૂપિયા 13,50,600 થાય છે. પોલીસે આવાસમાંથી આરોપી સરફરાઝ ઉર્ફે તોશીફની ધરપકડ કરી લીધી છે. પોલીસે બાતમીના આધારે MD ડ્રગ્સ ઝડપ્યું છે. આરોપી અસલમ ઉર્ફે તૌફીક પાસે MD ડ્રગ્સનો જથ્થો લાવ્યો હતો. આ સાથે જ તેની પાસેથી 2 લાખ રોકડ રકમ પણ કબ્જે કરવામાં આવી છે. આરોપી કેબલ ઓપરેટર હોવાનું સામે આવ્યું છે. ડ્રગ્સ આપનારને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.
સુરતમાંથી ડ્રગ્સ કેસનો વોન્ટેડ આરોપી ઝડપાયો હતો. સુરત SOGએ આરોપી આદીલ રફીકભાઈ વાણીયાની ધરપકડ કરી હતી. આ આરોપીએ 55 લાખ રૂપિયાથી વધુનું ડ્રગ્સ મગાવ્યું હતું. જો કે ચોક્કસ બાતમીના આધારે ચોકબજાર સૈયદવાડા પટણી હોલ પાસેથી SOGએ આરોપીની ધરપકડ કરી લીધી હતી. આરોપી 55 લાખ 48 હજારના મેફેડ્રોન ડ્રગ્સ કેસમાં વોન્ટેડ આરોપી હતો.