જૂનાગઢના ઝાંઝરડા રોડ પર રહેતા યુવાન અને તેના પિતાએ અલગ અલગ વ્યાજખોરો પાસેથી વ્યાજે પૈસા લીધા હતા બાદમાં વ્યાજખોરોની ચુંગાલમાં ફસાઇ ગયા હતા અને આખરે પોલીસની મદદ લેવી પડી હતી પોલીસે દસેય વ્યાજખોરોને બોલાવી પોતાની ભાષામાં સમજાવી દેતા ડાહ્યા ડમરા થઈ ગયા ને હવે કોઈ રૂપિયા લેવાના થતા નથી તેવું લખાણ પણ આપી ગયેલ હતા અરજદારો દ્વારા પોતાની પ્રશ્નનો નીકાલ થઈ જતા ફરિયાદ કરવાનું માંડી વાળ્યું છે