Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુનો

મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાનો કેસ લડવા સ્પેશ્યલ સરકારી વકીલની નિમણુક કરાઈ

મોરબી ઝુલતા પુલ દુર્ઘટનાનો કેસ લડવા સ્પેશ્યલ સરકારી વકીલની નિમણુક કરાઈ 

મોરબી ઝૂલતો પુલ તૂટી પડતા દુર્ઘટના સર્જાઈ હતી જેમાં ૧૩૫ લોકોના મૃત્યુ થયા હતા જે ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને હાઈકોર્ટમાં સુઓમોટો તેમજ પીઆઈએલની સુનાવણી ચાલી રહી છે અને મોરબી સીટી બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદને આધારે મોરબીની ડીસ્ટ્રીકટ કોર્ટમાં કેસ ચાલતો હોય જે માટે સરકારના કાયદા વિભાગ દ્વારા સ્પેશ્યલ સરકારી વકીલ તરીકે રાજકોટ જીલ્લાના સરકારી વકીલ એસ કે વોરાને મુકવામાં આવ્યા છે

મોરબીની શાન ગણાતો ઝૂલતો પુલ ગત તા. ૩૦ ઓક્ટોબરના રોજ તૂટી પડતા ૧૩૫ નિર્દોષ નાગરિકોના મૃત્યુ થયા હતા જે દુર્ઘટનાને પગલે પોલીસે ગુનો નોંધી નવ આરોપીની ધરપકડ કરી હતી અને આરોપીઓના રિમાન્ડ મેળવ્યા બાદ તમામને જેલ હવાલે કરવામાં આવ્યા છે જે કેસ લડવા માટે સરકારના કાયદા વિભાગ દ્વારા સ્પેશ્યલ સરકારી વકીલની નિમણુક કરવામાં આવી છે રાજકોટ જીલ્લાના સરકારી વકીલ એસ કે વોરાને સ્પેશ્યલ સરકારી વકીલ તરીકે મુકવામાં આવ્યા છે જે ઝૂલતો પુલ સંબંધિત કેસો લડશે

મોરબી ઝૂલતો પુલ તૂટી પડતા દુર્ઘટના સર્જાઈ હતી જેમાં ૧૩૫ લોકોના મૃત્યુ થયા હતા જે ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈને હાઈકોર્ટમાં સુઓમોટો તેમજ પીઆઈએલની સુનાવણી ચાલી રહી છે

संबंधित पोस्ट

ઉનાના દેલવાડામાં મુકબધીર યુવતિ બની હવસનો શિકાર . . .

આચાર્યના ત્રાસથી મહિરેવા સ્કૂલની શિક્ષિકાએ નદીમાં આપઘાત કર્યો હતો

Karnavati 24 News

જુનાગઢ થી 15.18 લાખનો અનાજ નો જથ્થો ભરીને નીકળેલ ટ્રક લઈ ચાલક ફરાર

Admin

कलयुगी पत्नी ने पति को करंट लगाकर तड़पा तड़पा कर मारा

Admin

જૂનાગઢના વિશાળ હડમતીયાના પાટીયા પાસે ઢોળવા ગામના યુવાનને હનીટ્રેપ માં ફસાવી અપહરણ કરી માંગી ૧.૨૦ લાખની ખંડણી

Karnavati 24 News

ભગવાનને પણ ના છોડ્યા, ચમારડી ગામમાં એક સાથે નવ સ્થળો પર તસ્કરો ત્રાટક્યા

Karnavati 24 News
Translate »