Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે મતદાન સામગ્રી રવાના

 

જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ગ્રામ પંચાયતોની ચૂંટણી અંગેની તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.જિલ્લામાં કુલ ૨૭ ગ્રામ પંચાયતો સમરસ જાહેર થઇ છે. ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે આજે રવાનગી કેન્દ્રો પરથી મતદાન સામગ્રી રવાના કરવામાં આવી હતી.વડોદરા જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીનું મતદાન બેલેટ પેપરથી થશે. વડોદરા જિલ્લામાં સરપંચ માટે ૮૪૯ અને વોર્ડ સભ્ય માટે ૩૬૫૬ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. વડોદરા જિલ્લામાં ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણીમાં ૫૭૬ મતદાન મથકો પર ૨,૨૧,૨૨૨ પુરુષ અને ૨,૦૭,૩૭૯ સ્ત્રી અને અન્ય એક મતદારો સહિત કુલ- ૪,૨૮,૬૦૨ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. વડોદરા જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી કામગીરી માટે ૬૮ ચૂંટણી અધિકારી,૬૮ મદદનીશ ચૂંટણી અધિકારી, ૩૨૧૯ પોલિંગ સ્ટાફ અને કાયદો થતા વ્યવસ્થા જાળવવા માટે ૧૨૯૨ પોલીસ સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે.ચૂંટણી માટે ૮૮૩ મત પેટીઓ ઉપયોગમાં લેવામાં આવશે. ગ્રામ પંચાયત ચૂંટણીની મત ગણતરી તા.૨૧.૧૨.૨૦૨૧ ના રોજ હાથ ધરવામાં આવશે.મત ગણતરી આઠ સ્થળોએ ૨૭ હોલમાં થશે.આ માટે ૬૬૮ મત ગણતરી સ્ટાફ, ૪૬૪ પોલીસ સ્ટાફ,૬૫ આરોગ્ય કર્મીઓ સહિત ૧૬૪ સેવકો ફરજ બજાવશે. એમ રાજ્ય ચૂંટણી આયોગના નોડલ અધિકારી અને નિવાસી અધિક કલેકટર શ્રી કુલદીપસિંહ ઝાલાએ જણાવાયું છે.

संबंधित पोस्ट

“રાહુલ ગાંધીના શબ્દોથી દેશનું માથું શરમથી ઝુકી ગયું”: CM શિવરાજ

Karnavati 24 News

મહારાષ્ટ્ર વિધાનસભાનું વિશેષ સત્ર 3 અને 4 જુલાઈના રોજ યોજાશે

Karnavati 24 News

EWS કોટા પર ફક્ત સામાન્ય વર્ગનો અધિકાર -કેન્દ્ર સરકાર .

રાજ્યના નાગરિકોની સલામતી માટે કેન્દ્રીય ગૃહ મંત્રીના હસ્તે ચાર ટેકનોલોજી આધારિત સુવિધાઓનું લોકાર્પણ..

Karnavati 24 News

ભરૂચ જિલ્લા કોંગ્રેસે નરેન્દ્ર મોદી અને ભુપેન્દ્ર પટેલ ઉપર સહી ફેંકી, 8 કાર્યકરોની અટકાયત

Karnavati 24 News

Govt hikes excise duty on petrol and diesel by Rs 3 per litre

Admin