મોરબીની એસપી કચેરીના કોમ્પ્યુટર સેલમાં ફરજ બજાવતા અને હાલ ભુજ પીએસઆઈ તરીકે પ્રમોશન પામીને બદલી પામેલા કુલદીપ મોરડિયાને બેસ્ટ ઓનલાઈન કામગીરી બદલ નેશનલ લેવલે નોમીનેટ કરવામાં આવતા મોરબી પોલીસનું ગૌરવ વધાર્યું છે
મોરબીમાં વાયરલેસ એએસઆઈ તરીકે કોમ્પ્યુટર સેલમાં કામગીરી કરતા કુલદીપ મોરડિયાએ વિવિધ ઓનલાઈન કામગીરી અને ઓનલાઈન પ્રોજેક્ટ અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી કરી હોય જેથી દર સમગ્ર ગુજરાતમાંથી ૦૩ અધિકારીઓને નોમીનેટ કરવામાં આવ્યા હતા જેમાં મોરબીના ASI કુલદીપ મોરડિયાને પણ નોમીનેટ કરાયા હતા અને મીનીસ્ટ્રી ઓફ હોમ અફેર્સના હોમ સેક્રેટરીના હસ્તે નોમીનેટ થયેલા અધિકારીઓને એવોર્ડ એનાયત કરવામાં આવે છે
કુલદીપ મોરડિયા મોરબી ખાતે ફરજ બજાવતા હોય દરમિયાન તેમનું નોમીનેશન રાષ્ટ્રીય કક્ષાએ સારી કામગીરી માટે કરવામાં આવ્યું હતું અને બાદમાં તેમને પીએસઆઈ તરીકે પ્રમોશન આપવામાં આવ્યું છે અને હાલ તેઓ ભુજ વાયરલેસ પીએસઆઈમાં ફરજ બજાવી રહ્યા છે મોરબીમાં ફરજ બજાવતા કુલદીપ મોરડિયાએ ઓનલાઈન શ્રેષ્ઠ કામગીરી કરીને રાષ્ટ્રીય કક્ષાએ મોરબી પોલીસનું ગૌરવ વધાર્યું છે અને હાલ તેઓ ભુજ ખાતે પીએસઆઈ તરીકે કાર્યરત છે ત્યારે તેઓ ઉતરોતર પ્રગતિ કરતા રહે તેવી શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે