પૂર્વ વિપક્ષી નેતા અને હાલના કોંગી કોર્પોરેટર ચંદ્રકાંત શ્રીવાસ્તવએ મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરી છે કે, પછાત વર્ગના વિસ્તારોમાં પ્રાથમિક સુવિધા સહિતના વિકાસકાર્યો માટે બજેટ આવકની 10 ટકાની મર્યાદામાં ખર્ચની જોગવાઈ છે. પરંતુ પછાત વર્ગની આ નાણાકીય સહાય ખોટી રીતે અન્ય જગ્યાએ ખર્ચવામાં આવી રહી છે . ચાલુ વર્ષે આ રકમના વપરાય તો આવતા વર્ષે કેરી ફોરવર્ડ નિયમ મુજબ આયોજન કરવાનું હોય છે. તેવી કાયદામાં સ્પષ્ટ જોગવાઈ હોવા છતાં આ નાણાંનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. આ ગેરરીતિ બંધ કરી ગરીબોને તેમના હકનો હિસ્સો મળે તે મુજબ વ્યવસ્થા કરવી જોઈએ . તેમજ રાજ્ય સરકારની અલગ-અલગ ગ્રાન્ટો માંથી પણ જરૂરિયાત મંદ લોકો નો હક બનતા હોય છે જેથી કાયદાની જોગવાઇ મુજબ તે ગ્રાન્ટમાંથી પણ ગરીબોના હક્ક માટે અલાયદી જોગવાઈ કરવા માંગણી છે.